Open in app

હરિયાલી પાવ ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Dr.Kamal Thakkar29th Jul 2018

Green paav bhaji ના વિશે

Ingredients to make Green paav bhaji in gujarati

  • બટેટા ૪ (મોટા)
  • ફ્લાવર ૧ કપ
  • લીલા વટાણા ૧ કપ
  • કેપ્સિકમ ૧ મોટું
  • પાલક ની પ્યુરી ૧/૪ કપ
  • લીલું લસણ ૧/૪ કપ
  • લીલા કાંદા ૭-૮
  • લીલા ટામેટા ૩
  • આદુ ૧ ઇંચ
  • લીલા મરચા ૩
  • કોથમીર ૧/૪ કપ
  • માખણ ૧ ટેબલ સ્પૂન
  • તેલ ૧ ટેબલ સ્પૂન
  • હિંગ ૧/૪ ટી સ્પૂન
  • મીઠું સ્વાદાનુસાર
  • પાવ ભાજી મસાલો ૨ ટી સ્પૂન
  • ગરમ મસાલો ૧ ટી સ્પૂન

How to make Green paav bhaji in gujarati

  1. બટેટા,ફ્લાવર અને વટાણા ને ધોઈને કૂકર માં ૪-૫ સીટી લઇ લો.
  2. લીલું લસણ અને કાંદા ધોઈ ને બારીક સમારી લો.લીલા કાંદા નો સફેદ ભાગ અલગ રાખો અને લીલો ભાગ અલગ.
  3. પાલક ને ધોઈને,ગરમ પાણી માં બ્લાન્ચ કરી લો.ઠંડુ થાય એટલે એને પીસી લો.
  4. કોથમીર,મરચા અને આદુ નું પેસ્ટ બનાવી લો.
  5. એક પેન માં માખણ અને તેલ નાખો.ગરમ થઇ જાય એટલે લીલા કાંદા નો સફેદ ભાગ ઉમેરો.
  6. એક મિનિટ સાંતળી ને લીલું લસણ ઉમેરો.
  7. ૨-૩ મિનિટ સાંતળી લો અને પછી કોથમીર મરચા ની પેસ્ટ ઉમેરો.
  8. ૨ મિનિટ સાંતળો .
  9. હવે બારીક સમારેલા લીલા ટામેટા ઉમેરો.થોડું મીઠું નાખીને ઢાંકી દો.ટામેટા નરમ થાય જાય ત્યાં સુધી ચડવા દો.
  10. ટામેટા ચડી જાય એટલે પાવભાજી મેશર થી દબાવિ દો એટલે બધું એકરસ થઈ જાય.બારીક સમારેલું કેપ્સિકમ ઉમેરો.
  11. કૂકર માં બાફેલા શાક ને મેશર થઈ મેશ કરો અને કેપ્સિકમ થઈ જાય એટલે ઉમેરો.
  12. જરૂર પડે તો થોડું પાણી નાખીને ભાજી ની તરલતા સેટ કરો.
  13. હવે લીલા કાંદા નો લીલો ભાગ ઉમેરો.
  14. પાવ ભાજી મસાલો તથા ગરમ મસાલો પણ ઉમેરો.
  15. ૩-૪ મિનિટ બધું એકરસ થવા દો અને પછી પાલક ની પ્યુરી ઉમેરો.
  16. બધું મિક્સ કરો અને ૨-૩ મિનિટ ઉકળવા દો. આપણી હરિયાલી પાવ ભાજી તૈયાર છે.ઉપર થોડી કોથમીર ને લીલા કાંદા નાખીને પાવ તથા કાંદા ટામેટા ના સલાડ જોડે પીરસો.

Reviews for Green paav bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green paav bhaji in gujarati

  • વડા પાવ

    285 likes
  • પાવ ભાજી

    692 likes
  • મિસળ પાવ

    322 likes
  • મિસલ પાવ

    3 likes
  • પાવ ભાજી

    2 likes
  • સાય ભાજી

    1 likes