મકાઈ શુશી રોલ | Corn shushi roll Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  30th Jul 2018  |  
5 ત્યાંથી 3 ફરી થી જુવો રેટ કરો
 • Corn shushi roll recipe in Gujarati, મકાઈ શુશી રોલ, Urvashi Belani
મકાઈ શુશી રોલby Urvashi Belani
 • તૈયારીનો સમય

  2

  Hours
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  6

  લોકો

0

3

મકાઈ શુશી રોલ વાનગીઓ

મકાઈ શુશી રોલ Ingredients to make ( Ingredients to make Corn shushi roll Recipe in Gujarati )

 • મકાઈ નો મસાલો બનાવવા માટે:
 • 3 મકાઈ ડોડા (નરમ)
 • 3 ચમચા ઘી
 • 1/2 ચમચી રાઇ
 • 1/2 ચમચી જીરું
 • 1/4 ચમચી હિંગ
 • 2 ચમચા વાટેલા આદુ મરચા
 • 1 કપ દૂધ
 • 2 ચમચી ખાંડ
 • 1 ચમચી લાલ મરચું
 • 1/2 ચમચી હળદર
 • સ્વાદાનુસાર નમક
 • 1 લીંબુ નો રસ
 • કોથમીર
 • પાલક નુ કવર માટે:
 • 1 કપ ઘઉં નો લોટ
 • 1/2 કપ પાલક ની પેસ્ટ (પાલક બાફી ને વાપરવી)
 • 1/2 કપ દહીં
 • 1 ચમચી નમક
 • સ્વાદાનુસાર નમક
 • નારિયેળ ની સ્ટિક ( વચ્ચે મુકવા)

How to make મકાઈ શુશી રોલ

 1. મસાલો બનાવવા માટે મકાઈ ના ડોડા ને છીણી લો.
 2. નોન સ્ટિક કઢાઈ માં ઘી ગરમ કરી રાઈ ,જીરું,હિંગ ,આદુ મરચા નાખી મકાઈ ડોડા ની છીણ નાખો અને ઘીમી આંચ પર શેકો(સતત હલાવતા રહો)
 3. જ્યારે તેનો રંગ બદલાય ત્યારે દૂધ નાખી મિક્સ કરો.
 4. નમક,ખાંડ,લાલ મરચું અને હળદર નાખી મિક્સ કરી ધીમી આંચ પર રહેવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
 5. જ્યારે કીનારી પર ઘી છૂટવા લાગે ત્યારે ગેસ બંદ કરી તેમાં લીંબુ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરો.
 6. ઘઉં ના લોટ માં દહીં, પાલક પેસ્ટ લાલ મરચું અને નમક નાખી મિક્સ કરો. પાણી નાખી પાતળું ખીરું (ચીલા જેવું) તૈયાર કરો અને તેને 1 કલાક સુધી ઢાંકી ને મૂકી દો.
 7. નોનસ્ટિક તવા પર આ ખીરું ગોળાકાર માં ફેલાવો અને બન્ને બાજુ થી તેલ લગાવી શેકી લો. આ રીતે બધાં ચીલા શેકી લો.
 8. મકાઈ ના મસાલા નો રોલ બનાવો અને તેને ચીલા વચ્ચે મૂકો. રોલ કવર થાય તેટલો ચીલો રાખી બાકી વધારાનો ભાગ કાપી દો. મકાઈ નો રોલ આખો કવર થાય તે રીતે રોલ બનાવી તેને 1 કલાક ફ્રીઝ માં મૂકી દો.
 9. રોલ ને કાપી વચ્ચે નારિયેળ ની સ્ટિક લગાવી ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

My Tip:

મકાઈ નો મસાલો સેકતી વખતે નોનસ્ટિક કઢાઈ વાપરવી નહિતર ચોંટી જશે.

Reviews for Corn shushi roll Recipe in Gujarati (3)

Shital Sataparaa year ago

જવાબ આપવો

Harsha Isrania year ago

જવાબ આપવો

Jigisha Jayshreea year ago

મને રેસીપી નું નામ ખૂબજ ગમ્યું
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો