હોમ પેજ / રેસિપી / સિંધી કઢી

Photo of Sindhi kadhi by Urvashi Belani at BetterButter
344
2
0.0(0)
0

સિંધી કઢી

Jul-30-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કઢી રેસીપી વિશે

આ રેસીપી બેસન માંથી બનતી સિંધી ઓની જાણીતી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સિંધી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 ચમચા તેલ + 2 ચમચી વઘાર માટે તેલ
  2. 6 ચમચા વેસણ
  3. 1/2 ચમચી મેથી દાણા
  4. 3 ગ્લાસ પાણી
  5. સ્વાદાનુસાર નમક
  6. 1/2 ચમચી હળદર
  7. 1 કાપેલું બટાકુ
  8. 1 બારીક કાપેલું ટામેટું
  9. 5-6 ભીંડા
  10. 8-10 ગવારફળી
  11. 1/2 કપ કાપેલી દૂધી
  12. 1/4 કપ લીલા વટાણા
  13. 2 બારીક કાપેલા લીલાં મરચાં
  14. 1 વાટેલો નાનો આદુ નો ટુકડો
  15. 1/2 કપ આમલી નું પાણી
  16. 1 ચમચી અલ મરચું
  17. 1/2 ચમચી જીરું
  18. 1/4 ચમચી હિંગ
  19. કોથમીર

સૂચનાઓ

  1. એક વાસણ માં 3 ચમચા તેલ ગરમ કરી મેથી દાણા નાખી વેસણ નાખો અને ધીમી આંચ પર શેકો.
  2. વેસન જ્યારે થોડું લાલ રંગ નું થાય ત્યારે પાણી નાખી ઉકળવા દો તેમાં નમક અને હળદર નાખો.
  3. કઢી માં જ્યારે ઉકળો આવે ત્યારે બધાં શાકભાજી ( ભીંડા ને તળી ને નાખવા) નાખો અને ઉકળવા દો.
  4. શાકભાજી જ્યારે બરાબર રંધાઈ જાય ત્યારે આમલી નું પાણી નાખી હલાવો અને એક ઉભરો આવે ત્યાં સુધી ગેસ પર રાખો.
  5. બીજી બાજુ વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું ,હિંગ અને લાલ મરચું નાખી તરત કઢી માં નાખી દો.
  6. ગરમ ગરમ કઢી માં કોથમીર નાખી ભાત સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર