Open in app

કોર્ન સેવખમણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Bharti Khatri30th Jul 2018

Corn Sev Khamni ના વિશે

Ingredients to make Corn Sev Khamni in gujarati

  • ૨૫૦ ગ્રામ મકાઈ દાણા
  • ૨૫૦ ગ્રામ ચણાદાળ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૨ ચમચી તલ
  • ચપટી હીંગ
  • ૧ ચમચો વાટેલુ લસણ
  • ૨ ચમચી વાટેલા લીલામરચા
  • ૧ ચમચો ખાંડ
  • ૧ લીંબુનો રસ
  • ૧ ડાળી કઢીલીમડો
  • ૨૫૦ ગ્રામ ઝીણી સેવ
  • ૧/૨ કપ છીણેલુ કોપરું
  • ૧ કપ દાદમ દાણા
  • ૪ ચમચા ઝીણી કાપેલી કોથમીર
  • મીંઠુ સ્વાદમુજબ
  • પીરસવા માટે :-
  • ૧ કપ લસણ ની ચટણી
  • ૧ કપ આંબલી ની ખાટ્ટી મીઠી ચટણી
  • ૧ કપ બેસણ ની ઝીણી સેવ
  • ૧ કપ દાદમ દાણા
  • ૪ ચમચા ઝીણી કાપેલી કોથમીર

How to make Corn Sev Khamni in gujarati

  1. મકાઈના દાણા ધોઈ લે. ચણાદાળ ૩ થી ૪ કલાક પલાળવી.
  2. હવે મકાઈના દાણા અને ચણા દાળ ને સાથે મિક્સર મા લીલામરચા અને આદુ નાખીને પીસવું.
  3. હવે ઢોકળા જેવું ખીરુ બનાવી તેમા મીંઠુ અને હળદર મિક્સ કરવું.
  4. હવે ઢોકળા ના કૂકર મા ઢોકળા બનાવી એ છે એ રીતે થાળી મા તેલ ચોપડી તેમા ખીરુ નાખી ઢોકળા ની જેમ બનાવી લેવું.
  5. હવે બફાઈ ને તૈયાર થઈ જાય એટલે તેના કાપા કરી લેવા તમને ફાવે એ રીતે.
  6. આ રીતે પછી છીણી થી છીણવું.
  7. આ રીતે છીણ કરી લેવું.
  8. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી કઢીલીમડો, તલ, હીંગ નાખવુ.
  9. હવે તેમા લસણ અને લીલામરચા વાટેલા નાખવા.
  10. હવે મસાલો શેકાય જાય એટલે તેમા ખાંડ મિક્સ કરો.
  11. હવે તેમા ઢોકળા નુ છીણેલુ છીણ મિક્સ કરવું.
  12. હવે તેમા લીંબુનો રસ અને થોડુંક પાણી મિક્સ કરી થોડી વાર શેકવુ.
  13. હવે પ્લેટ મા પીરસવુ અને એમા ઝીણી સેવ, કોપરા ની છીણ, દાદમ ના દાણા અને ઝીણી કાપેલી કોથમીર થી સજાવી ને બધી ચટણી ઓ સાથે પીરસવું. તૈયાર છે ગરમા ગરમ કોર્ન સેવખમણી તમે તેને સવાર ના નાસ્તા સાથે ચા અને કૉફી સાથે લઈ શકો છો.

Reviews for Corn Sev Khamni in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn Sev Khamni in gujarati

  • પૉપ કોર્ન

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • કોર્ન સબ્જી

    1 likes
  • કોર્ન ચિવડા

    2 likes
  • કોર્ન બોન્દા

    2 likes
  • ચીઝ કોર્ન વડા

    2 likes