હોમ પેજ / રેસિપી / કોર્ન સેવખમણી

Photo of Corn Sev Khamni by Bharti Khatri at BetterButter
528
2
0.0(0)
0

કોર્ન સેવખમણી

Jul-30-2018
Bharti Khatri
240 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન સેવખમણી રેસીપી વિશે

સેવખમણી આમ તો સુરત નુ પ્રસિદ્ધ ફરસાણ છે. અને બધાનેજ ખૂબજ ભાવે છે. હવઃ ગુજરાત મા પણ બધેજ મળે છે. સેવખમણી ચણાદાળ થી બને છે પણ થોડુ બદલીને મકાઈ નો ઉપયોગ કરી બનાવી તો ટેસ્ટ મા ખરેખર ખુબ જ સરસ થઈ છે આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ મકાઈ દાણા
  2. ૨૫૦ ગ્રામ ચણાદાળ
  3. ૧/૨ ચમચી રાઈ
  4. ૨ ચમચી તલ
  5. ચપટી હીંગ
  6. ૧ ચમચો વાટેલુ લસણ
  7. ૨ ચમચી વાટેલા લીલામરચા
  8. ૧ ચમચો ખાંડ
  9. ૧ લીંબુનો રસ
  10. ૧ ડાળી કઢીલીમડો
  11. ૨૫૦ ગ્રામ ઝીણી સેવ
  12. ૧/૨ કપ છીણેલુ કોપરું
  13. ૧ કપ દાદમ દાણા
  14. ૪ ચમચા ઝીણી કાપેલી કોથમીર
  15. મીંઠુ સ્વાદમુજબ
  16. પીરસવા માટે :-
  17. ૧ કપ લસણ ની ચટણી
  18. ૧ કપ આંબલી ની ખાટ્ટી મીઠી ચટણી
  19. ૧ કપ બેસણ ની ઝીણી સેવ
  20. ૧ કપ દાદમ દાણા
  21. ૪ ચમચા ઝીણી કાપેલી કોથમીર

સૂચનાઓ

  1. મકાઈના દાણા ધોઈ લે. ચણાદાળ ૩ થી ૪ કલાક પલાળવી.
  2. હવે મકાઈના દાણા અને ચણા દાળ ને સાથે મિક્સર મા લીલામરચા અને આદુ નાખીને પીસવું.
  3. હવે ઢોકળા જેવું ખીરુ બનાવી તેમા મીંઠુ અને હળદર મિક્સ કરવું.
  4. હવે ઢોકળા ના કૂકર મા ઢોકળા બનાવી એ છે એ રીતે થાળી મા તેલ ચોપડી તેમા ખીરુ નાખી ઢોકળા ની જેમ બનાવી લેવું.
  5. હવે બફાઈ ને તૈયાર થઈ જાય એટલે તેના કાપા કરી લેવા તમને ફાવે એ રીતે.
  6. આ રીતે પછી છીણી થી છીણવું.
  7. આ રીતે છીણ કરી લેવું.
  8. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી કઢીલીમડો, તલ, હીંગ નાખવુ.
  9. હવે તેમા લસણ અને લીલામરચા વાટેલા નાખવા.
  10. હવે મસાલો શેકાય જાય એટલે તેમા ખાંડ મિક્સ કરો.
  11. હવે તેમા ઢોકળા નુ છીણેલુ છીણ મિક્સ કરવું.
  12. હવે તેમા લીંબુનો રસ અને થોડુંક પાણી મિક્સ કરી થોડી વાર શેકવુ.
  13. હવે પ્લેટ મા પીરસવુ અને એમા ઝીણી સેવ, કોપરા ની છીણ, દાદમ ના દાણા અને ઝીણી કાપેલી કોથમીર થી સજાવી ને બધી ચટણી ઓ સાથે પીરસવું. તૈયાર છે ગરમા ગરમ કોર્ન સેવખમણી તમે તેને સવાર ના નાસ્તા સાથે ચા અને કૉફી સાથે લઈ શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર