હોમ પેજ / રેસિપી / નવરત્ન કોરમાં

Photo of Navratn korma by Urvashi Belani at BetterButter
403
1
0.0(0)
0

નવરત્ન કોરમાં

Jul-30-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નવરત્ન કોરમાં રેસીપી વિશે

આ રેસીપી માં લસણ અને ડુંગળી વગર ની ગ્રેવી માં મિક્સ શાકભાજી નાખી શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી સમારેલા મિક્સ શાકભાજી (બટાકુ, શિમલા મિર્ચ, લીલા વટાણા, ફુલગોબી, ગાજર, વગેરે)
  2. 3 ટામેટા
  3. 1/2 ચમચી જીરું
  4. 1/2 ચમચી ગરમ મસાલો
  5. 4 ચમચા તેલ
  6. 1/2 ચમચી ખસખસ
  7. કોથમીર
  8. મસાલો તૈયાર કરવા માટે:
  9. 1/4 નરિયળ ના ટુકડા
  10. 2 ચમચી મગજતરી ના બીજ
  11. 6 કાજુ
  12. 6 બદામ
  13. 1 નાનો ટુકડો આદુ
  14. 2 લીલાં મરચાં
  15. 1 ચમચી લાલ મરચું
  16. 1 ચમચી ધાણા જીરુ પાવડર
  17. 1/2 ચમચી હળદર
  18. 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  19. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. લીલાં વટાણા ને બાફી લો અને બીજા બધા શાકભાજી ને તળી લો. ટામેટા ને બાફી ને છોલી પછી મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી દો.
  2. મસાલા ની બધી સામગ્રી ભેગી કરીને થોડું પાણી નાખી પેસ્ટ બનાવો.
  3. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી વાટેલો મસાલો નાખો. 2 થઈ 3 મિનિટ ધીમી આંચ પર સાંતળો.
  4. હવે તેમાં ટામેટા ની પેસ્ટ નાંખી મિક્સ કરો.
  5. 2 મિનિટ પછી બધા શાકભાજી અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ધીમી આંચ પર રાખો.
  6. 5 મિનિટ પછી ગરમ મસાલો નાખી મિક્સ કરો.
  7. કોથમીર અને ખસખસ થી સજાવી ગરમ ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર