હોમ પેજ / રેસિપી / પાલક અને ફૂદીના ની શાહી બિરયાની

Photo of SHAHI BRIYANI in spinach and Mint Gravy by Ankita Tahilramani at BetterButter
406
1
0.0(0)
0

પાલક અને ફૂદીના ની શાહી બિરયાની

Jul-31-2018
Ankita Tahilramani
40 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક અને ફૂદીના ની શાહી બિરયાની રેસીપી વિશે

અત્યંત હેલ્ધી અને ભરપૂર વિટામિન્સ થી છલકાતી આ ડીશ આજે ખૂબ જ સરળ રીતે બનાવતા શિખીસું. રેસટોરંત માં ટેસ્ટ કરેલી આ ડીશ મે જાતે ઘરે ટ્રાય કરેલી અને પરિણામ ખૂબ જ સરસ આયવું. આ ડીશ મા પ્રિપરેશન કાફી જોઇયે છીયે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • હૈદરાબાદી
  • પીસવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 6

  1. 3 કપ બાસમતી ચાવલ
  2. 2 ઇંચ અદરક ઝીણું સમારેલું
  3. 2-3 જીના સમારેલા લીલા મરચા
  4. 6-8 લસણ ની કણી
  5. 2 મોટી ડુંગળી સમારેલી
  6. 1 કપ સમારેલું ગાજર
  7. 1/2 કપ લીલા વટાણા (મટર)
  8. 1/2 કપ ફણસી જીની સમારેલી
  9. 1 કપ સુધારેલી કોબીજ.
  10. 1/2 ટી સ્પૂન કેસર 1 કપ દૂધ માં પલાળેલી
  11. 1 કપ દહીં
  12. 4 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કાજુ
  13. 4 ટેબલ સ્પૂન ઝીણા સમારેલી બદામ
  14. 2 ટેબલ સ્પૂન કિસમિસ
  15. 1/2 ટી સ્પૂન હળદર
  16. 1/2 ટી સ્પૂન લાલ મરચું
  17. 2 ટી સ્પૂન ગુલાબ જળ
  18. 1 ટેબલ સ્પૂન જીરું
  19. 2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ
  20. 1/2 કપ લીલી કોથમરી ની પેસ્ટ
  21. 1/4 કપ ફૂદિના ની પેસ્ટ
  22. 1 કપ પાલક ની પેસ્ટ
  23. થોડા લીમડા નાં પાન
  24. 3 ટેબલ સ્પૂન ઘી
  25. નમક સ્વાદ અનુસાર
  26. આખા ગરમ મસાલા ( તેજ પતા, તમલ પાત્ર, લવિંગ, કાળા મરચા)

સૂચનાઓ

  1. સૌથી પેહલા 6 કપ ચાવલ ને 30 મીનીટ પલાળી રાખો, પછી એ ચાવલ ને ઉકળતા પાણી માં નમક અને ગરમ મસાલા જોડે થોડી વાર ચડવા દો.
  2. હવે તે ચાવલ ને ચારણી મા કાઢી રાખો.
  3. બદામ ને પાણી મા પલાળી રાખો.
  4. એક મોટી કઢાઈ માં ઘી ગરમ કરો પછી તેમાં જીરું અને લીમડા નાં પાન નાખો.
  5. હવે તેમાં સમારેલા લીલા મરચા, લસણ અને અદરક નાખો.
  6. થોડી વાર હલાવો પછી તેમાં સમારેલી ડુંગળી નાખો અને તેને ગોલ્ડન બ્રાઉન થવા દો.
  7. સુધરેલી સબ્જીઓ નાખો, નમક અને બાકી નાં મસાલા નાખો.
  8. હવે તેમાં દહીં નાખી સરખું હલાવો અને સબ્જીઓ ને ચડવા દો.
  9. સબ્જીઓ ચડી જાયે પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખી દો.
  10. હવે દૂધ અને કેસર નું મિક્ષર થોડું છટકાઓ અને થોડુ ફૂદીના પેસ્ટ, પાલક પેસ્ટ અને કૌથમરી પેસ્ટ નાખો.
  11. થોડુંક લીંબુ નો રસ નાખો પછી સ્ટીમ થયેલા થોડા ચાવલ પાથરી દો અને તેનાં પર જરીક ગુલાબ જલ નાખો.
  12. આવી જ રીતે બાકી ની સામગ્રી પાથરી દો અને છેલ્લે ફ્રાય થયેલી ડુંગળી પાથરી દો.
  13. હવે વધેલ ચાવલ, કેસર વાળું દૂધ, ફૂદિના ની પેસ્ટ, પાલક ની પેસ્ટ, કોથમરી ની પેસ્ટ પાથરી નાખો.
  14. હવે એક ભીનું કપડું લઇ એનાં ઢાંકણા પર ઢાંકી દો.
  15. તેને ધીમા તાપે ચડવા દો 10 મીનીટ માટે.પછી ગેસ બંધ કરી દો.
  16. તૈયાર છે તમારી પાલક અને ફૂદિના ની શાહી બિરયાની.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર