હોમ પેજ / રેસિપી / પાન લાડુ

Photo of Paan truffle by Dimpal Patel at BetterButter
585
0
0.0(0)
0

પાન લાડુ

Jul-31-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન લાડુ રેસીપી વિશે

ગુજરાતી લોકો પાન ના બહુ જ શોખીન. મેં એ જ પાન એક નવું રૂપ ,એક નવો સ્વાદ આપવાનો પ્રયાસ કર્યો છે. નાના મોટા સૌને ખાવાની મજા આવે તેવા લાડુ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્ટફિંગ માટેની સામગ્રી :
  2. ગુલકંદ - ૩ મોટી ચમચી
  3. કાપેલા ડ્રાયફ્રુટ - ૨ મોટી ચમચી
  4. ટૂટી ફ્રુટી - ૨ મોટી ચમચી
  5. વરિયાળી - ૧ નાની ચમચી
  6. લછછા સોપારી - ૧/૨ નાની ચમચી
  7. પાન બહાર પાવડર - ૨ થી ૩ ચપટી
  8. કાપેલી ચેરી - ૧ નાની ચમચી
  9. બહારના પડ માટેની સામગ્રી :
  10. કોપરાનું ખમણ - ૧ કપ
  11. કન્ડેન્સ્ડ મિલ્ક - ૧/૨ કપ
  12. પાન ના પાંદડા - ૩ થી ૪
  13. ખાવાનો લીલો કલર - ૩ થી ૪ ટીપાં
  14. સજાવવા માટે :
  15. કોપરાનું ખમણ - ૧/૪ કપ

સૂચનાઓ

  1. બહારના પડ માટેની રીત :
  2. એક નોનસ્ટિક પેનમાં બહારના પડ માટેની બધી સામગ્રી લઈ ધીમા ગેસ પર સાંતરવું.
  3. જ્યારે મિશ્રણ પેણી ની ધાર છોડી દે ત્યારે તેને બીજા વાસણ માં કાઢી લેવું. ઠંડુ પડવા દેવું.
  4. રૂમના તાપમાને આવે એટલે તેને ફ્રીઝમાં ૧/૨ કલાક માટે મૂકી દેવું.
  5. સ્ટફિંગ માટેની રીત :
  6. એ જ નોનસ્ટિક પેણીમાં સ્ટફિંગની બધી સામગ્રી લઇ ને ધીમા ગેસ પર ૨ મિનિટ થવા દેવું.
  7. પછી તેને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ પડવા દેવું.
  8. રૂમના તાપમાને આવે પછી ફ્રીઝમાં ૧ કલાક માટે મૂકી દેવું.
  9. પાન ના લાડુ બનાવવાની રીત :
  10. સ્ટફિંગ મિશ્રણ અને બહારના પડ ના મિશ્રણમાંથી નાના- નાના ગોળા વાળી લેવા.
  11. હવે બહારના પડ નો એક ગોળો હથેળીમાં થેપી લેવો.
  12. તેની વરચે સ્ટફિંગનો ગોળો મુકવો. બહારના પડથી તેને કવર કરીને પાછો ગોળો બનાવી લેવો. આ રીતે બધા જ ગોળા તૈયાર કરવા.
  13. હવે એક ડીશમાં સજાવવા માટેનું કોપરાનું ખમણ લેવું. તેમાં બધા ગોળા રાગડોળવા.
  14. ફરી બધા ગોળાને ફ્રીઝમાં મૂકી દેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર