Open in app

પાન લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Dimpal Patel31st Jul 2018

Paan truffle ના વિશે

Ingredients to make Paan truffle in gujarati

  • સ્ટફિંગ માટેની સામગ્રી :
  • ગુલકંદ - ૩ મોટી ચમચી
  • કાપેલા ડ્રાયફ્રુટ - ૨ મોટી ચમચી
  • ટૂટી ફ્રુટી - ૨ મોટી ચમચી
  • વરિયાળી - ૧ નાની ચમચી
  • લછછા સોપારી - ૧/૨ નાની ચમચી
  • પાન બહાર પાવડર - ૨ થી ૩ ચપટી
  • કાપેલી ચેરી - ૧ નાની ચમચી
  • બહારના પડ માટેની સામગ્રી :
  • કોપરાનું ખમણ - ૧ કપ
  • કન્ડેન્સ્ડ મિલ્ક - ૧/૨ કપ
  • પાન ના પાંદડા - ૩ થી ૪
  • ખાવાનો લીલો કલર - ૩ થી ૪ ટીપાં
  • સજાવવા માટે :
  • કોપરાનું ખમણ - ૧/૪ કપ

How to make Paan truffle in gujarati

  1. બહારના પડ માટેની રીત :
  2. એક નોનસ્ટિક પેનમાં બહારના પડ માટેની બધી સામગ્રી લઈ ધીમા ગેસ પર સાંતરવું.
  3. જ્યારે મિશ્રણ પેણી ની ધાર છોડી દે ત્યારે તેને બીજા વાસણ માં કાઢી લેવું. ઠંડુ પડવા દેવું.
  4. રૂમના તાપમાને આવે એટલે તેને ફ્રીઝમાં ૧/૨ કલાક માટે મૂકી દેવું.
  5. સ્ટફિંગ માટેની રીત :
  6. એ જ નોનસ્ટિક પેણીમાં સ્ટફિંગની બધી સામગ્રી લઇ ને ધીમા ગેસ પર ૨ મિનિટ થવા દેવું.
  7. પછી તેને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ પડવા દેવું.
  8. રૂમના તાપમાને આવે પછી ફ્રીઝમાં ૧ કલાક માટે મૂકી દેવું.
  9. પાન ના લાડુ બનાવવાની રીત :
  10. સ્ટફિંગ મિશ્રણ અને બહારના પડ ના મિશ્રણમાંથી નાના- નાના ગોળા વાળી લેવા.
  11. હવે બહારના પડ નો એક ગોળો હથેળીમાં થેપી લેવો.
  12. તેની વરચે સ્ટફિંગનો ગોળો મુકવો. બહારના પડથી તેને કવર કરીને પાછો ગોળો બનાવી લેવો. આ રીતે બધા જ ગોળા તૈયાર કરવા.
  13. હવે એક ડીશમાં સજાવવા માટેનું કોપરાનું ખમણ લેવું. તેમાં બધા ગોળા રાગડોળવા.
  14. ફરી બધા ગોળાને ફ્રીઝમાં મૂકી દેવા.

Reviews for Paan truffle in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paan truffle in gujarati

  • લાડુ

    1 likes
  • પાન શેક

    2 likes
  • પાન રોલ

    1 likes
  • પાન કેક

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes