હોમ પેજ / રેસિપી / કોકોનટ સરપ્રાઈઝ

Photo of Coconut surprise by Urvashi Belani at BetterButter
473
2
0.0(0)
0

કોકોનટ સરપ્રાઈઝ

Jul-31-2018
Urvashi Belani
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનટ સરપ્રાઈઝ રેસીપી વિશે

આ રેસીપી નું નામ કોકોનટ સરપ્રાઈઝ રાખ્યું છે તેનું એક કારણ છે કે આ રેસીપી માં જે બોલ્સ છે તે દેખાવ માં લાગે તો બટાટા વડા જેવા છે પણ તેની અંદર નારિયેળ નો મસાલો હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. નારિયેળ નું પૂરણ બનાવવા માટે:
  2. 2 ચમચા તેલ
  3. 1/2 નારિયેળ (છીણેલું)
  4. 1/4 ચમચી જીરું
  5. 2 બારીક કાપેલા લીલાં મરચા
  6. 1/4 ચમચી હિંગ
  7. 2 ચમચા શેકેલા સિંગદાણા ના ટુકડા
  8. 1/4 ચમચી હળદર
  9. 1/2 ચમચી લાલ મરચું
  10. સ્વાદાનુસાર મીઠું
  11. 1/4 ચમચી સંચર
  12. 1/4 ચમચી ચાટ મસાલો
  13. 1/4 ચમચી ગરમ મસાલો
  14. 1/2 ચમચી ખસખસ
  15. કોથમીર
  16. બટાકા નો મસાલો બનાવવા માટે:
  17. 5 થી 6 બાફેલા બટાકા (મેશ કરેલા)
  18. 2 ચમચી કોર્નફ્લોર
  19. 2 સ્લાઈસ બ્રેડ નો ચૂરો
  20. 1/4 ચમચી લીંબુ નો રસ
  21. સ્વાદાનુસાર મીઠું
  22. વેસન ના મિશ્રણ માટે:
  23. 1 કપ વેસણ
  24. 1/2 ચમચી લાલ મરચું
  25. 1/4 ચમચી અજમો
  26. એક ચપટી ખાવા નો સોડા
  27. સ્વાદાનુસાર મીઠું
  28. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. નારિયેળ નું પૂરણ બનાવવા માટે તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીલા મરચાં અને હળદર નાખી નારિયેળનું છીણ નાખો.
  2. સિંગદાણા ના ટુકડા,ખસખસ નાખી બધા મસાલા નાખી મિક્સ કરો. ગેસ બંદ કરી કોથમીર નાખી બરાબર મિક્ષ કરો
  3. બાફેલા બટાકા માં બધી સામગ્રી ભેગી કરીને બરાબર મિક્ષ કરો
  4. વેસણ માં બધી સામગ્રી નાખી પાણી વડે ખીરું તૈયાર કરો.
  5. બટાકા ના મસાલા માં વચ્ચે નારિયેળ નું પુરણ ભરી ગોળા બનાવો.
  6. આ ગોળા ને વેસણ ના ખીરા માં નાખી ,કવર કરી ગરમ તેલ માં ગોલ્ડન રંગ આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરો
  7. ગરમા ગરમ આમલી ની ચટણી અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર