BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મોહનથાળ

Photo of Mohanthal by Jigisha Jayshree at BetterButter
0
2
0(0)
0

મોહનથાળ

Jul-31-2018
Jigisha Jayshree
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોહનથાળ રેસીપી વિશે

મોહનથાળ ગુજરાત નીં પ્રખ્યાત સ્વીટ ડિશ છે. અહીયા દિવાળી પર ખાસ બનાવવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨ કટોરી ચણા નોં મોટો દળેલો લોટ
  2. ૨અને ૧/૨ કટોરો ઘી
  3. ૧ કટોરા થી થોડી વધારે ખાંડ
  4. પાણી
  5. કેસરી ફૂડ કલર
  6. સૂકો મેવો
  7. ઈલાયચી પાવડર
  8. ૪ ટેબલ સ્પૂન દૂધ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણમાં ચણા નાં લોટ માં ૨ ટેબલ સ્પૂન ઘી અને ૪ ટેબલ સ્પૂન દૂધ નાખી ને મિક્સ કરો.
  2. હવે તેને થપથપાવી નેં બે મિનિટ માટે સાઈડ માં મૂકો
  3. હવે ઘઉ ચાળવા નીં ચારણી વડે ચાળી લો
  4. એક કઢાઈ માં ઘી ગરમ કરો હવે તેમાં ચાળી નેં રાખેલ લોટ નેં નાંખો હવે ખૂબ હલાવો.
  5. ગુલાબી રંગ આવે અને ખૂશ્બૂ આવે ત્યાં સુધી હલાવતા રહો .
  6. સાઈડ માં એક પેન માં ખાંડ ડુબે તેટલું પાણી નાખી ને મધ્યમ ગેસ પર ચાસણી બનાવો.
  7. લગાતાર હલાવતાં રહો.
  8. ૨ તાર ની ચાસણી બની જાય તો તેમાં ઈલાયચી પાવડર અને ફૂડ કલર નાંખી મિક્સ કરો.
  9. હવે ચાસણી નેં લોટ માં નાંખી ને હલાવી ઘી લગાવેલ થાળી માં ઠાલવી દો.
  10. પિસ્તા થી સજાવી છરી વડે કાપા કરી ૨ કલાક ઠંડુ થવા દો. ત્યારબાદ ઉપયોગ માં લઈ શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર