હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ ઢોકળા

Photo of Instant dhokla by Urvashi Belani at BetterButter
483
2
0.0(0)
0

ઈન્સ્ટન્ટ ઢોકળા

Jul-31-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ ઢોકળા રેસીપી વિશે

આ રેસીપી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે, જે વેસણ માંથી બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ વેસણ
  2. 1/4 કપ રવો
  3. 1 કપ પાણી + 2 ચમચી પાણી
  4. 2 ચમચી ખાંડ
  5. 1/2 ચમચી લીંબુ ના ફૂલ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1 ચમચી ઇનો
  8. 1/4 ચમચી ખાવા નો સોડા
  9. 1 ચમચી તેલ
  10. વઘાર માટે:
  11. 3 ચમચા તેલ
  12. 4-5 લીલા મરચા (કાપેલાં)
  13. 1 ચમચી રાઈ
  14. 1 ચમચી તલ
  15. 5-7 કરી પત્તા
  16. 1/2 કપ પાણી
  17. 2 ચમચી ખાંડ
  18. સ્વાદાનુસાર મીઠું

સૂચનાઓ

  1. વેસણ માં રવો, નમક,લીંબુના ફૂલ, ખાંડ અને 1 કપ પાણી નાખી મિશ્રણ તૈયાર કરી તેને 10 મિનિટ ઢાંકી રાખો.
  2. હવે એક વાર બરાબર હલાવો.
  3. તેની ઉપર ઇનો અને ખાવા નો સોડા નાખો( મિક્સ કરવું નહીં)
  4. 1 ચમચી તેલ અને 2 ચમચી પાણી ભેગું કરી, ઉકાળીને ઇનો ઉપર નાખો. તરત જ બરાબર હલાવો અને ગ્રીસ કરેલી થાળી માં નાખો.
  5. 15 થી 20 મિનિટ સુધી વરાળ માં બાફો. પછી ઠંડુ થવા દો.
  6. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ,કરી પત્તા,લીલા મરચા નાખી મિક્સ કરો. પાણી નાખી નમક અને મીઠું નાખો અને ઉકળવા દો.
  7. થોડું ઠંડુ થાય પછી વઘાર ને ઢોકળા પર રેડી દો, અને ઢોકળા ને ચોરસ ટુકડા ના કાપા કરી કોથમીર નાખી ચટણી અથવા ટામેટા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર