હોમ પેજ / રેસિપી / ગુવાર ની દાળઢોકળી

Photo of Govardaldhokli by Naina Bhojak at BetterButter
94
0
0.0(0)
0

ગુવાર ની દાળઢોકળી

Jul-31-2018
Naina Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુવાર ની દાળઢોકળી રેસીપી વિશે

આ મારી પોતાની ઇનોવેટિવ ડીશ છે આપને દાળ ઢોકળી તો ખાતાજ હોઈએ છીએ પણ એમાં આજે ગુવાર ફળી સાથે ની દાળ ઢોકળી બનાવી નવી ડીશ રેડી કરી છે ખૂબ સારો ટેસ્ટ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગુવારફળી ૨૫૦ગ્રામ
  2. લસણ આદુ અને લીલા મરચા પીસેલા બે ટેબલસ્પૂન
  3. ઘઉં નો લોટ એક કપ
  4. ચના નો લોટ બે ટેબલસ્પૂન
  5. તેલ બે ટેબલસ્પૂન મોંણ માટે
  6. હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું એક સ્પૂન
  7. ધાણા જીરું ટીસ્પૂન
  8. અજમો અડધી ટી સ્પૂન
  9. હિંગ ચપટી
  10. લીંબુ નો રસ એક લીંબુ નો
  11. ડુંગળી સાથે ખાવા અને છાસ.

સૂચનાઓ

  1. ગુવાર ને નાના નાના ટુકડા માં કાપી લો
  2. એને એક સિટી માં કુકર માં બાફી લો
  3. ગુવાર ને અધકચરી જ બફાવી
  4. ઘઉં ના લોટ માં બધા મસાલા અજમો અને
  5. આદુ લસણ મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું
  6. અને બેસન તથા મોંણ નાખી ભાખરી જેવો લોટ રેડી કરો
  7. એને પાતળા પર મોટી રોટલી જેવો વણી લેવો
  8. ઢોકળી જેવા કાપા પાડવા
  9. એક કઢાઈ માં તેલ માં લસણ આદુ અને
  10. આદુ મરચાં વાટેલા તથા અજમો અને હિંગ નાખવુ
  11. વઘાર માં હવે અધકચરી બાફેલી ગુવાર ફળી
  12. નાખી દેવી અને એમાં બધા મસાલા કરવા
  13. પાણી ચાર કપ નાખવું
  14. પાણી ઉકલે એટલે કાપીને રેડી રાખેલી
  15. ઢોકળી ઉમેરવી
  16. ૨૦મિનિટ મધ્યમ તાપ પર ચડવા દેવું.
  17. પછી ઉપર થી સીંગતેલ અથવા ઘી નાખી
  18. ગુવાર દાળઢોકળી નો આનંદ માણો.
  19. સાથે લીંબુ અને શેકેલા જીરું તથા મીઠાવાળી ડુંગળી તો ખરા જ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર