મીની સમોસા ચાટ | Mini Samosa Chaat Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  31st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Mini Samosa Chaat recipe in Gujarati, મીની સમોસા ચાટ, Rani Soni
મીની સમોસા ચાટby Rani Soni
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

મીની સમોસા ચાટ વાનગીઓ

મીની સમોસા ચાટ Ingredients to make ( Ingredients to make Mini Samosa Chaat Recipe in Gujarati )

 • 1 કપ મેંદો
 • ચપટી અજમો
 • 1 ચમચી ઘી
 • મીઠું સ્વાદમુજબ
 • 4 બાફેલા બટાકા
 • 1/2 કપ બાફેલા લીલા વટાણા
 • 1/2 ચમચી જીરુ
 • 1/4 ચમચી સુકાધાણા
 • 2 ઝીણા સમારેલા લીલા મરચાં
 • 1/4 નાની ચમચી આદુ પેસ્ટ
 • 1/2 ચમચી લાલ મરચું
 • 1/2 ચમચી આમચૂર પાવડર
 • 1 /2 ચમચી ગરમ મસાલો
 • 1/2 ચમચી ધાણાજીરુ
 • 1/2 ચમચી વરિયાળી
 • 2 ચમચી ઝીણી સમારેલ કોથમીર
 • તેલ તળવા
 • પિરસવા:
 • 2 ચમચી ખજુર આંબલી ચટણી
 • 2 ચમચી લીલી ચટણી
 • 2 ચમચી દહીં
 • 1 ડુંગળી સમારેલ
 • 2 ચમચી બારીક સેવ

How to make મીની સમોસા ચાટ

 1. બાફેલા બટાકાને મૈશ કરો
 2. કઢાઈમાં તેલ ગરમ કરો
 3. તેમા જીરુ, સુકા ધાણાના ,આદુ ,મરચાનું પેસ્ટ નાખીને સાંતળો
 4. હવે તેમાં બાફેલા લીલા વટાણા, લાલ મરચુ પાવડર, ગરમ મસાલો, ધાણા જીરુ અને આમચૂર નાખીને મિક્સ કરો
 5. વટાણા અને મસાલો સેક્યા પછી તેમા મસળેલા બટાકા નાંખો
 6. મીઠુ નાખીને મિક્સ કરો
 7. હવે મસાલાને 2-3 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો
 8. કોથમીર નાંખો
 9. ગેસ બંધ કરી દો
 10. એક વાસણમાં મેંદો લો તેમા અજમો, ઘી અને થોડુ મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લો
 11. ત્યારબાદ લોટને 15-20 મિનિટ માટે એક ભીના કપડાથી ઢાંકીને મુકી દો.
 12. હવે મેદાના લૂઆ બનાવીને તેને ગોલ વણી ને મિડીયમ સાઈઝ ની નાની પૂરી બનાવો
 13. ત્યારબાદ ચપ્પુથી પુરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો
 14. અડધી પૂરીના ઉપરના ભાગમાં આંગળીઓ વડે પાણી લગાવો
 15. તેનો કોન બનાવી લો
 16. કોન બનાવ્યા પછી તેમા સમોસાનુ ભરાવન ભરો
 17. કિનારા પર પાણી લગાવીને કોન બંધ કરો
 18. એક કઢાઈમાં તેલ ગરમ કરો
 19. ધીમા તાપ પર સમોસાને હલકા બ્રાઉન થતા તળી લો
 20. પિરસતી વખતે સમોસા સાથે ખજુર આંબલી ચટણી ,લીલી ચટણી, દહીં મૂકો
 21. ઉપર ડુંગળી,બારીક સેવ કોથમીર ભભરાવી
 22. ગરમા ગરમ મીની સમોસા ચાટ સર્વ કરો

Reviews for Mini Samosa Chaat Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો