Open in app

પાન કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Dimpal Patel31st Jul 2018

Paan Cake ના વિશે

Ingredients to make Paan Cake in gujarati

  • મેંદો - ૧૧/૨ કપ
  • દહીં - ૧ કપ
  • ખાંડ - ૧/૨ કપ
  • તેલ - ૧/૨ કપ
  • મીઠું પાન - ૧
  • બેકીંગ પાવડર - ૧૧/૪ નાની ચમચી
  • બેકીંગ સોડા - ૧/૨ નાની ચમચી
  • લીલો ખાવાનો કલર - ૨ ચપટી
  • ટૂટી ફ્રુટી - ૧ મોટી ચમચી
  • દૂધ - જરૂર મુજબ

How to make Paan Cake in gujarati

  1. ઓવનને ૧૮૦° પર ૧૦ મિનિટ માટે ગરમ કરવા મૂકી દેવું. કેક ટીનમાં બટર લગાડીને બટરપેપર લગાડી દેવું.
  2. મેંદો અને બેકીંગ પાવડરને ૩ વાર ચાળી લેવો.
  3. એક બાઉલમાં દહીં ફેંટી લેવું. પછી તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરવું. ત્યારબાદ તેમાં બેકીંગ સોડા નાંખીને બરાબર મિક્ષ કરીને ૧૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું.
  4. પાન ને મિક્સરમાં વાટી લેવું.
  5. દહીંવાળા મિશ્રણમાં બબલ્સ આવી જાય પછી તેમાં વાટેલું પાન , લીલો કલર અને તેલ ઉમેરવું.
  6. હવે દહીંના મિશ્રણમાં થોડો થોડો મેંદો ઉમેરવો.
  7. પછી તેમાં થોડું દૂધ અને ટૂટી ફ્રુટી ઉમેરીને બરાબર મિક્સ કરવું.
  8. આ મિશ્રણને કેક ટીનમાં નાખવું. ઉપર થી થોડી ટૂટી ફ્રુટી ભભરાવવી.
  9. આ ટીનને પહેલાં થી ગરમ કરેલા ઓવનમાં ૨૫ માટે બેક કરવું. ટૂથપીક નાંખી ને ચેક કરવું. કેક એકદમ ઠંડી થાય પછી પીસ કરવા.

Reviews for Paan Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paan Cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન શેક

    2 likes
  • પાન રોલ

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • પાન લાડુ

    0 likes