હોમ પેજ / રેસિપી / પાન કેક

Photo of Paan Cake by Dimpal Patel at BetterButter
660
1
0.0(0)
0

પાન કેક

Jul-31-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન કેક રેસીપી વિશે

એકદમ રીફ્રેશીંગ કેક...ખૂબ જ નવીન કેક.....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો - ૧૧/૨ કપ
  2. દહીં - ૧ કપ
  3. ખાંડ - ૧/૨ કપ
  4. તેલ - ૧/૨ કપ
  5. મીઠું પાન - ૧
  6. બેકીંગ પાવડર - ૧૧/૪ નાની ચમચી
  7. બેકીંગ સોડા - ૧/૨ નાની ચમચી
  8. લીલો ખાવાનો કલર - ૨ ચપટી
  9. ટૂટી ફ્રુટી - ૧ મોટી ચમચી
  10. દૂધ - જરૂર મુજબ

સૂચનાઓ

  1. ઓવનને ૧૮૦° પર ૧૦ મિનિટ માટે ગરમ કરવા મૂકી દેવું. કેક ટીનમાં બટર લગાડીને બટરપેપર લગાડી દેવું.
  2. મેંદો અને બેકીંગ પાવડરને ૩ વાર ચાળી લેવો.
  3. એક બાઉલમાં દહીં ફેંટી લેવું. પછી તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરવું. ત્યારબાદ તેમાં બેકીંગ સોડા નાંખીને બરાબર મિક્ષ કરીને ૧૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું.
  4. પાન ને મિક્સરમાં વાટી લેવું.
  5. દહીંવાળા મિશ્રણમાં બબલ્સ આવી જાય પછી તેમાં વાટેલું પાન , લીલો કલર અને તેલ ઉમેરવું.
  6. હવે દહીંના મિશ્રણમાં થોડો થોડો મેંદો ઉમેરવો.
  7. પછી તેમાં થોડું દૂધ અને ટૂટી ફ્રુટી ઉમેરીને બરાબર મિક્સ કરવું.
  8. આ મિશ્રણને કેક ટીનમાં નાખવું. ઉપર થી થોડી ટૂટી ફ્રુટી ભભરાવવી.
  9. આ ટીનને પહેલાં થી ગરમ કરેલા ઓવનમાં ૨૫ માટે બેક કરવું. ટૂથપીક નાંખી ને ચેક કરવું. કેક એકદમ ઠંડી થાય પછી પીસ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર