Open in app

હૈદરાબાદી ખિચડી અને તિલ ખટ્ટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Purvi Modi31st Jul 2018

Hyderabadi khichdi with til khatta ના વિશે

Ingredients to make Hyderabadi khichdi with til khatta in gujarati

  • ખિચડી માટે:-
  • ચોખા ૧ કપ
  • મસૂર દાળ ૧/૨ કપ
  • ઘી ૩-૪ ટેબલસ્પૂન
  • રાઈ ૧ ટી સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • તમાલપત્ર ૨
  • તજના નાના ટુકડા ૨
  • લવિંગ ૨-૩
  • નાની ઈલાયચી ૨
  • મીઠો લીમડો ૫-૬
  • વાટેલું લસણ ૧ ટી સ્પૂન
  • સમારેલા લીલાં મરચાં ૩
  • સમારેલી ડુંગળી ૧
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • ફૂદીનાના પાન ૬-૭
  • દહીં ૧/૨ કપ
  • તિલ ખટ્ટા માટે:-
  • શેકેલા તલ ૨ ટેબલસ્પૂન
  • શેકેલા શીંગદાણા ૨ ટેબલસ્પૂન
  • કોથમીર ૩ ટેબલસ્પૂન
  • આમલીનું પાણી ૧/૪ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ ૩ ટી સ્પૂન
  • રાઈ ૧/૨ ટી સ્પૂન
  • જીરું ૧/૨ ટી સ્પૂન
  • સૂકા લાલ મરચાં ૨
  • મીઠા લીમડાનાં પાન ૪-૫
  • વાટેલું લસણ ૧/૨ ટી સ્પૂન
  • સમારેલી ડુંગળી ૧

How to make Hyderabadi khichdi with til khatta in gujarati

  1. ખિચડી ની રીત:-
  2. સૌપ્રથમ ચોખા અને દાળ ને ધોઈ પ્રમાણસર પાણીમાં ૧૫-૨૦ મિનિટ સુધી પલાળી લો.
  3. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ, લવિંગ અને ઈલાયચી ઉમેરો.
  4. હવે તેમાં રાઈ અને જીરું ઉમેરો.
  5. રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો, લીલા મરચાં અને વાટેલું લસણ સાંતળો.
  6. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો.
  7. હવે તેમાં પલાળેલા ચોખા અને દાળ ને ઉમેરીને સાંતળો.
  8. હવે દહીં અને સમારેલો ફુદીનોઉમેરીને બરાબર મિક્સ કરો
  9. પ્રમાણસર પાણી (૩ કપ) ઉમેરીને મીઠું અને હળદર ઉમેરો.
  10. ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે બરાબર ચડવા દો.
  11. દાળ ચોખા બરાબર ચઢી જાય અને બધું પાણી શોષાઈ જાય ત્યાં સુધી રાંધો. સ્વાદિષ્ટ હૈદરાબાદી ખિચડી તૈયાર છે.
  12. તિલ ખટ્ટાની રીત:-
  13. શેકેલા તલ, શેકેલા શીંગદાણા અને કોથમીર ને થોડા પાણી સાથે મિક્સરમાં વાટી લો અને એક બાઉલમાં કાઢી લો.
  14. હવે તેમાં મીઠું, આમલીનું પાણી અને સમારેલી ડુંગળી ઉમેરો.
  15. વઘારિયામા તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરો. વાટેલું લસણ ઉમેરીને સાંતળો.
  16. આ વઘારને તિલ ખટ્ટા માં રેડીને મિક્સ કરો.
  17. હૈદરાબાદી ખિચડી સાથે પરોસો.

Reviews for Hyderabadi khichdi with til khatta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hyderabadi khichdi with til khatta in gujarati