Open in app

આલૂ પાલક કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Rani Soni31st Jul 2018

Aloo palak currry ના વિશે

Ingredients to make Aloo palak currry in gujarati

  • 250 ગ્રામ પાલક
  • 1-2 લીલા મરચા
  • 5-6 લસણની કળી
  • 1/2 ઇંચ આદું
  • 1 ઝીણી સમારેલ ડુંગળી
  • 1 ઝીણું સમારેલ ટામેટું
  • 1/2 ટી સ્પૂન જીરું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  • 1 તજ
  • 2 બાફેલા બટાકા
  • 1/2 કપ પાણી
  • 2 ટે સ્પૂન ઘી/ બટર
  • મીઠું જરુરમુજબ
  • ક્રીમ 1 ટેબલ સ્પૂન
  • 1 ચાંદીના વરખ
  • 1 ટી સ્પૂન કોથમીર

How to make Aloo palak currry in gujarati

  1. સૌ પ્રથમ પાલકને ધોઈ 4 કપ પાણીમાં 2-3 મિનીટ માટે ઉકાળી
  2. ઠંડા પાણીમાં કાઢી લેવી, જેથી પાલકનો કલર જળવાઈ રહેશે.
  3. પાણીમાંથી નિતારી મિક્સર જારમાં લઈ આદું,લસણ અને લીલા મરચા ઉમેરી પેસ્ટ બનાવવી.
  4. એક પેનમાં ઘી કે બટર લઈ જીરું અને તજનો વઘાર કરી
  5. ડુંગળી ઉમેરી લાલ થાય ત્યાંસુધી સાંતળવી.
  6. ટમેટા ઉમેરી નરમ પડે ત્યાંસુધી સાંતળવા.
  7. હળદર, મરચું, ઉમેરી મિક્સ કરો
  8. પાલકની ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરો
  9. થોડું પાણી અને મીઠુ ઉમેરી 3-4 મિનીટ ઉકાળો
  10. તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો
  11. પછી બાફેલા બટાકા ટુકડા ઉમેરી 1-2 મિનીટ કૂક કરો
  12. ગેસ બંધ કરો
  13. ક્રીમ, કોથમિર, ચાંદીના વરખ થી ગારનિશ કરો
  14. તૈયાર છે આલૂ પાલક કરી
  15. સલાડ અને રોટી જોડે પિરસો

Reviews for Aloo palak currry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo palak currry in gujarati

  • દમ આલૂ

    21 likes
  • લાલ કરી

    5 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    8 likes
  • પાલક કઢી

    4 likes