હોમ પેજ / રેસિપી / વેજીટેબલ ઔ ગ્રેટીન ઇન ચિઝી સ્પીનેક સોસ

Photo of Vegetable au gratin in cheesy spinach sauce by Kamal Thakkar at BetterButter
576
1
0.0(0)
0

વેજીટેબલ ઔ ગ્રેટીન ઇન ચિઝી સ્પીનેક સોસ

Aug-01-2018
Kamal Thakkar
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ ઔ ગ્રેટીન ઇન ચિઝી સ્પીનેક સોસ રેસીપી વિશે

આ એક કોંટિનેંટલ ડીશ છે જે નાના મોટા બધાને ભાવે છે.વાઈટ સોસ માં પાલક ઉમેરીને એનો સોસ બનાવાયો છે તથા બીજા શાક એમાં નાખીને બેક કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • બેકિંગ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ફ્લાવર ૧/૨ કપ
  2. વટાણા ૧/૨ કપ
  3. ગાજર ૧/૨ કપ
  4. ફણસી ૧/૨ કપ
  5. પાલક ૧ કપ
  6. માખણ ૨ ટેબલ સ્પૂન
  7. મેંદો ૨ ટેબલ સ્પૂન
  8. દૂધ ૨ કપ
  9. ચીઝ ૧/૪+૩/૪ કપ
  10. મીઠું ૧ ટી સપૂન
  11. કાળા મરી પાવડર ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. બધા શાક સમારીને તૈયાર કરો.એક વાસણ માં ૨ કપ પાણી ને થોડું મીઠું નાખીને બાફી લો.
  2. પાલક ને ધોઈને સમારો.એને ૨ ચમચા પાણી નાખી ૫ મિનિત બ્લાન્ચ કરો.ઠંડુ થાય એટલે એની પ્યુરી બનાવો.
  3. એક પેન માં માખણ નાખો અને ગરમ થાય એટલે લોટ નાખીને સેકો.
  4. ૨ મિનિટ પછી દૂધ નાખો અને સતત હલાવો જેથી ગાંઠા ના પડે.૧/૪ કપ ચીઝ ઉમેરો અને એક મિનિટ હલાવો.
  5. પછી આમા પાલક ની પ્યુરી ,મીઠું,મરી,ઉમેરો એટલે સ્પિનચ સોસ તૈયાર.
  6. બધું મિક્સ થઈ જાય પછી બાફેલા શાક ઉમેરો અને ૨ મિનિટ ધીમા તાપે ચડવા દો.
  7. એક બેકિંગ ડીશ લઈને એમાં આ શાક ને સોસ નું મિશ્રણ નાખો.
  8. ઉપર ખમણેલું ચીઝ ભભરાવો અને પેલા થી ગરમ કરેલા ઓવેન માં ૨૦૦℃ પર બેક કરો.
  9. ચીઝ પીઘડી જાય અને થોડી બ્રાઉન થઈ જાય એટલે કાઢી લો અને ગરમાગરમ ગરલીક બ્રેડ જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર