Open in app

તડકા ખિચડી

1 review
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Rani Soni1st Aug 2018

Tadka Khichdi ના વિશે

Ingredients to make Tadka Khichdi in gujarati

  • 1 કપ ચોખા
  • 1/2 કપ મગ ની દાળ
  • 1 ટેબલસ્પૂન ઘી
  • 1 ટેબલસ્પૂન આદુ લસણ પેસ્ટ
  • 3 લીલા મરચા સમારેલ
  • 1/2 ડુંગળી સમારેલ
  • 1/2 ટામેટા સમારેલ
  • 1/2 ટીસ્પૂન હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • તડકા માટે :
  • 2 ટેબલસ્પૂન ઘી
  • 1 ટેબલસ્પૂન જીરું
  • 2 તજપાન
  • 2 સૂકા લાલ મરચાં
  • 3-4 લીમડા પાન
  • 1/4 ટી સ્પૂન હીંગ
  • 1/4 ટીસ્પૂન ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 7-8 નંગ બાદામ કાજુ
  • 1 ટેબલસ્પૂન સીંગદાણા
  • 3-4 નંગ સુકૂં કોપરુ
  • 1 ટેબલસ્પૂન કોથમીર

How to make Tadka Khichdi in gujarati

  1. સૌ પહેલ પાણીમાં દાળ અને ચોખાને પલાળીને 20 મિનિટ માટે રાખી મુકો.
  2. કુકર માં ઘી નાખીને ગરમ કરો
  3. તેમાં આદુ લસણ પેસ્ટ નાખીને સાંતળો
  4. લીલા મરચા સમારેલ નાંખો
  5. હવે તેમા હીંગ અને ડુંગળી, ટામેટા નાખીને સીઝવા દો
  6. પછી તેમા હળદર અને મીઠુ નાખીને હલાવો.
  7. હવે તેમા પલાળેલી મગની દાળ અને ચોખા નાખીને સારી રીતે મિક્સ કરો.
  8. તેમા પર્યાપત પાણી નાખીને 2 સિટી લો
  9. મગની દાળની ખિચડી તૈયાર છે
  10. હવે અેક પેન માં 2 ટેબલસ્પૂન ઘી લઈ
  11. જીરું, તજપાન ,સૂકા લાલ મરચાં ,લીમડા પાન નાંખો
  12. તેમાં સીંગદાણા, બાદામ કાજુ ,સુકા કોપરું નાંખી સાંતળો
  13. ગરમ મસાલો ,મીઠું નાંખી મિકસ કરો
  14. આ વઘાર ખિચડી પર નાંખી
  15. કોથમીર નાંખી ગરમા ગરમ પીરસો

Reviews for Tadka Khichdi in gujarati (1)

Aachal Jadeja4 months ago

ખુબ જ સરસ

Recipes similar to Tadka Khichdi in gujarati

  • દાળ તડકા

    3 likes
  • ફાડા ખિચડી

    6 likes
  • ખિચડી કબાબ

    3 likes
  • મૂંગ દાળ તડકા

    0 likes
  • મૂંગ દાળ ખિચડી

    2 likes
  • ખિચડી-કઢી સિઝલર

    5 likes