હોમ પેજ / રેસિપી / ઇન્દોર ફેમસ ભૂટ્ટે કી કીસ

Photo of Indor famous bhutte ki kis by Urvashi Belani at BetterButter
0
2
0(0)
0

ઇન્દોર ફેમસ ભૂટ્ટે કી કીસ

Aug-01-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્દોર ફેમસ ભૂટ્ટે કી કીસ રેસીપી વિશે

આ રેસીપી ઇન્દોર ની પ્રખ્યાત છે, જે મકાઈ ને છીણી ને બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • મધ્ય પ્રદેશ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 નરમ મકાઈ ડોડા
  2. 3 ચમચા ઘી
  3. 1/2 ચમચી રાઈ
  4. 1/2 ચમચી જીરું
  5. 1 તજપાન
  6. 2 લવિંગ
  7. 1 નાનો ટુકડો તજ
  8. 1 બારીક કાપેલી ડુંગળી
  9. 2 બારીક લીલા મરચા
  10. 2 ચમચી વેસણ
  11. 1 ચમચી લાલ મરચું
  12. 2 ચમચી ખાંડ
  13. સ્વાદાનુસાર નમક
  14. 1/2 ચમચી હળદર
  15. 1 કપ દૂધ/ પાણી
  16. 1 લીંબુ નો રસ
  17. કોથમીર

સૂચનાઓ

  1. મકાઈ ડોડા ને છીણી લો.
  2. એક નોન સ્ટિક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં રાઇ, જીરું, તજ,લવિંગ,તજપાન નાખી ડુંગળી અને લીલા મરચા નાખો.
  3. 2 મિનિટ સાંતળી પછી વેસણ નાખો. ધીમી આંચ પર રાખી સતત હલાવતા રહો,જ્યારેવેસણ ગોલ્ડન થાય ત્યારે તેમાં મકાઈ ડોડા ની છીણ નાખી મિક્સ કરો.
  4. 5-7 મિનિટ સુધી ધીમી આંચ પર શેકયા પછી તેમાં પાણી/દૂધ નાખો
  5. નમક,ખાંડ,હળદર, લાલ મરચું નાખી બરાબર મિક્ષ કરો.
  6. થોડું ગાઢું થાય ત્યારે તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી ગેસ બન્દ કરી દો
  7. પીરસતી વખતે ઉપર કોપરું નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર