હોમ પેજ / રેસિપી / મેથી મટર પુલાવ

Photo of Methi matar pulav by Urvashi Belani at BetterButter
551
3
0.0(0)
0

મેથી મટર પુલાવ

Aug-01-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મટર પુલાવ રેસીપી વિશે

આ રેસીપી માં મેથી અને લીલા વટાણા ને લસણ સાથે પુલાવ બનાવ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ચોખા
  2. 3 ચમચા તેલ
  3. 15 થી 20 કળી લસણ
  4. 1 કપ બારીક કાપેલી મેથી
  5. 1/2 કપ લીલા વટાણા
  6. 4-5 બારીક કાપેલા લીલા મરચાં
  7. 1 બારીક કાપેલું ટામેટું
  8. 1 ચમચી હળદર
  9. સ્વાદાનુસાર નમક
  10. 3 કપ પાણી
  11. વઘાર માટે:
  12. 1 ચમચો તેલ
  13. 1 ચમચી રાઈ

સૂચનાઓ

  1. ચોખા ને ધોઈ 10 મિનિટ પલાળી રાખો.
  2. 1 વાસણ માં તેલ ગરમ કરી તેમાં વાટેલું લસણ નાખો.
  3. લસણ જ્યારે ગોલ્ડન થાય પછી તેમાં ટામેટું, મેથી,લીલા મરચા નાખી 2 મિનિટ ઢાંકી દો.
  4. હવે તેમાં હળદર, નમક,વટાણા અને ચોખા નાંખી મિક્સ કરો.
  5. 3 કપ જેટલું પાણી નાખી ઉકળવા દો.
  6. જ્યારે ચોખા રંધાઈ જય ત્યારે તેમાં રાઈ નું વગાર કરી મિક્સ કરો.
  7. ગરમ ગરમ દહીં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર