હોમ પેજ / રેસિપી / સ્વીટકોનૅ રબડી

Photo of Sweet corn rabdi by Apeksha's Kitchen at BetterButter
801
1
0.0(0)
0

સ્વીટકોનૅ રબડી

Aug-02-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટકોનૅ રબડી રેસીપી વિશે

તમે મકાઈ માથી બનતી ઘણી જુદી જુદી વાનગી ખાધી હસે પણ ક્યારેય મકાઈ માથી બનતી રબડી નહીં ખાધી હોય. આજે હું તમને મકાઈ રબડી બનાવવાની રીત બતાવીશ જે ખૂબ સરળ અને સ્વાદિષ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 મકાઈ
  2. 2 ચમચી ઘી
  3. 1 લિટર દૂધ
  4. 1 વાટકી ખાંડ
  5. 1 ટી-સ્પુન ઈલાયચી પાવડર
  6. ડ્રાય ફ્રુટ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મકાઈ ને છોલી ને ધોઈ લો. અને છીણીની મદદથી છીણીલો.
  2. હવે એક પેન માં ઘી લઈ તેમાં છીણેલી મકાઈ નાખો અને 5 મિનિટ માટે સાંતળી લો.
  3. હવે તેમા દૂધ ઉમેરી દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળો.
  4. દૂધ મા ખાંડ અને ડ્રાય ફ્રુટ એડ કરો અને ઉકળવાદો.
  5. દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરીલો.
  6. તો તૈયાર છે આપણી મકાઈ ની રબડી જો ઠંડી ભાવતી હોય તો થોડીવાર માટે ફ્રીઝમાં મુકો અથવા ગરમાગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર