Open in app

રગડા પેટીસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani2nd Aug 2018

Ragda patties ના વિશે

Ingredients to make Ragda patties in gujarati

  • રગડો બનાવવા માટે:
  • 1 કપ સફેદ વટાણા
  • 3 ચમચા તેલ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી વાટેલા આદુ મરચા
  • 1 ચમચી વેસણ
  • 3 ટામેટા ની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 લીંબુ નો રસ
  • કોથમીર
  • પેટીસ બનાવવા માટે:
  • 2 કપ બાફેલા અને મેશ કરેલા બટાકા
  • 2 ચમચી કોર્નફ્લોર
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
  • પીરસવા માટે:
  • આમલી ની ચટણી
  • કોથમીર ની ચટણી
  • લસણ ની ચટણી
  • દહીં (ફેટેલું)
  • દાડમ
  • ડુંગળી
  • ટામેટું
  • સેવ
  • કોથમીર

How to make Ragda patties in gujarati

  1. પેટીસ બનાવવા માટે બધી સામગ્રી ને ભેગી કરી બરાબર મિક્ષ કરો. હવે આ મિશ્રણ ના ગોળા બનાવી તેને થોડું દબાવી દો અને તવા પર ઘી લગાવી બંને બાજુ થી શેકી લો.
  2. રગડો બનાવવા માટે વટાણા ને 7-8 કલાક પાણી માં પલાળી રાખો પછી કુકર માં નાખી નમક અને હળદર નાખી 4-5 સિટી વગાડો.
  3. એક વાસણ માં તેલ ગરમ કરી જીરું નાખો. આદુ મરચા નાખી વેસણ નાખો અને ધીમી આંચ પર ગોલ્ડન થવા દો.
  4. હવે ટામેટા ની પેસ્ટ નાખી મસાલા નાખો. 2 મિનિટ બાદ બાફેલા વટાણા નાખો.
  5. જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનિટ ધીમી આંચ પર ઉકાળો.
  6. લીંબૂ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરો.
  7. પીરસતી વખતે એક પ્લેટ માં પેટીસ મૂકી રગડો નાખો. તેના પર આમલી ની ચટણી, લીલી ચટણી, લસણ ની ચટણી, ડુંગળી, ટામેટું,દહીં, સેવ,દાડમ અને કોથમીર નાખી સર્વ કરો.

Reviews for Ragda patties in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ragda patties in gujarati

  • ફરાળી પેટીસ

    4 likes
  • ફરાળી પેટીસ

    3 likes
  • રગડા પાણીપુરી

    4 likes
  • દુધી નીં પેટીસ

    3 likes
  • પાલક નીં પેટીસ

    4 likes
  • ઘૂઘરા રગડા ચાટ

    2 likes