કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રગડા પેટીસ

Photo of Ragda patties by Urvashi Belani at BetterButter
2
3
0(0)
0

રગડા પેટીસ

Aug-02-2018
Urvashi Belani
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા પેટીસ રેસીપી વિશે

ગુજરાત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ ચાટ સૌને ભાવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. રગડો બનાવવા માટે:
  2. 1 કપ સફેદ વટાણા
  3. 3 ચમચા તેલ
  4. 1 ચમચી જીરું
  5. 2 ચમચી વાટેલા આદુ મરચા
  6. 1 ચમચી વેસણ
  7. 3 ટામેટા ની પેસ્ટ
  8. 1 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ચાટ મસાલો
  10. 1/2 ચમચી હળદર
  11. 1 ચમચી ગરમ મસાલો
  12. સ્વાદાનુસાર મીઠું
  13. 1 લીંબુ નો રસ
  14. કોથમીર
  15. પેટીસ બનાવવા માટે:
  16. 2 કપ બાફેલા અને મેશ કરેલા બટાકા
  17. 2 ચમચી કોર્નફ્લોર
  18. 1 ચમચી લાલ મરચું
  19. 1/2 ચમચી હળદર
  20. 1/2 ચમચી ચાટ મસાલો
  21. સ્વાદાનુસાર મીઠું
  22. પીરસવા માટે:
  23. આમલી ની ચટણી
  24. કોથમીર ની ચટણી
  25. લસણ ની ચટણી
  26. દહીં (ફેટેલું)
  27. દાડમ
  28. ડુંગળી
  29. ટામેટું
  30. સેવ
  31. કોથમીર

સૂચનાઓ

  1. પેટીસ બનાવવા માટે બધી સામગ્રી ને ભેગી કરી બરાબર મિક્ષ કરો. હવે આ મિશ્રણ ના ગોળા બનાવી તેને થોડું દબાવી દો અને તવા પર ઘી લગાવી બંને બાજુ થી શેકી લો.
  2. રગડો બનાવવા માટે વટાણા ને 7-8 કલાક પાણી માં પલાળી રાખો પછી કુકર માં નાખી નમક અને હળદર નાખી 4-5 સિટી વગાડો.
  3. એક વાસણ માં તેલ ગરમ કરી જીરું નાખો. આદુ મરચા નાખી વેસણ નાખો અને ધીમી આંચ પર ગોલ્ડન થવા દો.
  4. હવે ટામેટા ની પેસ્ટ નાખી મસાલા નાખો. 2 મિનિટ બાદ બાફેલા વટાણા નાખો.
  5. જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનિટ ધીમી આંચ પર ઉકાળો.
  6. લીંબૂ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરો.
  7. પીરસતી વખતે એક પ્લેટ માં પેટીસ મૂકી રગડો નાખો. તેના પર આમલી ની ચટણી, લીલી ચટણી, લસણ ની ચટણી, ડુંગળી, ટામેટું,દહીં, સેવ,દાડમ અને કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર