ઢોકળા શિમલા મિર્ચ | Dhokla Simala Mirch Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  2nd Aug 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Dhokla Simala Mirch by Bharti Khatri at BetterButter
ઢોકળા શિમલા મિર્ચby Bharti Khatri
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  3

  લોકો

0

1

ઢોકળા શિમલા મિર્ચ વાનગીઓ

ઢોકળા શિમલા મિર્ચ Ingredients to make ( Ingredients to make Dhokla Simala Mirch Recipe in Gujarati )

 • ૪ થી ૫ મોટા ક્પ્સીકમ
 • ૧ કપ બેસણ
 • ૨ ચમચા રવો
 • ૨ ચમચી લીંબુનો રસ
 • ૧ ચમચો ખાંડ
 • ૨ ચમચી વાટેલા આદુ લીલામરચા
 • ૨ ચમચા તેલ
 • મીંઠુ સ્વાદમુજબ
 • ૧ ચમચી બેકિંગ સોડા
 • ચપટી હીંગ
 • ૧ ચમચી તલ
 • ૧ ચમચી રાઈ
 • ૧ કઢીલીમડા ની ડાળખી
 • ૨ ચમચા ઝીણી કાપેલી કોથમીર

How to make ઢોકળા શિમલા મિર્ચ

 1. પહેલા બધી સામગ્રી એકઠી કરવી.
 2. આ રીતે ક્પ્સીકમ ના ડીટા વાળા ભાગ ને કાઢીને સાવચેતી થી તેમાંથી બધા બીયા કાઢી લેવા.
 3. હવે બેસણ મા રવો, લીંબુ નો રસ, ખાંડ, આદુ મરચા વાટેલા, ૨ ચમચી તેલ અને મીંઠુ બધુ બરાબર મિક્સ કરી લો અને ઢોકળા નુ ખીરુ તૈયાર કરવુ.
 4. હવે ખીરા મા બેકિંગ સોડા મિક્સ કરી બરાબર હલાવી ને મિક્સ કરો.
 5. આ રીતે ઢોકળા નુ ખીરુ ફુલસે.
 6. હવે ખીરા ને ક્પ્સીકમ મા ભરી ઢોકળા ના કૂકર મા બાફવા મુકવા.
 7. ૮ થી ૧૦ મિનિટ મા ઢોકળા શિમલા મિર્ચ તૈયાર થઈ જશે. તને કૂકર માથી કાઢી ઠંડા થવા દેવા.
 8. હવે ઢોકળા શિમલા મિર્ચ ને હલકા હાથ થી વચ્ચે થી કાપી લો.
 9. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી કઢીલીમડો, તલ, હીંગ નાખીને વઘાર તૈયાર કરવો.
 10. વઘાર ને બરાબર ઢોકળા શિમલા મિર્ચ પર રેડવો.
 11. હવે કોથમીર થી સજાવી ને ઢોકળા શિમલા મિર્ચ જ્યુસ કે ચા, કોફી સાથે મજા માણો.

My Tip:

ક્પ્સીકમ ના ડીટા સાવચેતી થી કાઢવા જો ક્યાંય થી પણ વધારે કપાય જશે તો ઢોકળા બરાબર નહી બને.

Reviews for Dhokla Simala Mirch Recipe in Gujarati (1)

Rani Sonia year ago

:ok_hand::ok_hand::ok_hand::ok_hand:
જવાબ આપવો
Bharti Khatri
a year ago
ખૂબ ખૂબ આભાર..:sparkling_heart::sparkling_heart:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો