હોમ પેજ / રેસિપી / Dhokla Simala Mirch

Photo of Dhokla Simala Mirch by Bharti Khatri at BetterButter
714
2
0.0(1)
0

Dhokla Simala Mirch

Aug-02-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૪ થી ૫ મોટા ક્પ્સીકમ
  2. ૧ કપ બેસણ
  3. ૨ ચમચા રવો
  4. ૨ ચમચી લીંબુનો રસ
  5. ૧ ચમચો ખાંડ
  6. ૨ ચમચી વાટેલા આદુ લીલામરચા
  7. ૨ ચમચા તેલ
  8. મીંઠુ સ્વાદમુજબ
  9. ૧ ચમચી બેકિંગ સોડા
  10. ચપટી હીંગ
  11. ૧ ચમચી તલ
  12. ૧ ચમચી રાઈ
  13. ૧ કઢીલીમડા ની ડાળખી
  14. ૨ ચમચા ઝીણી કાપેલી કોથમીર

સૂચનાઓ

  1. પહેલા બધી સામગ્રી એકઠી કરવી.
  2. આ રીતે ક્પ્સીકમ ના ડીટા વાળા ભાગ ને કાઢીને સાવચેતી થી તેમાંથી બધા બીયા કાઢી લેવા.
  3. હવે બેસણ મા રવો, લીંબુ નો રસ, ખાંડ, આદુ મરચા વાટેલા, ૨ ચમચી તેલ અને મીંઠુ બધુ બરાબર મિક્સ કરી લો અને ઢોકળા નુ ખીરુ તૈયાર કરવુ.
  4. હવે ખીરા મા બેકિંગ સોડા મિક્સ કરી બરાબર હલાવી ને મિક્સ કરો.
  5. આ રીતે ઢોકળા નુ ખીરુ ફુલસે.
  6. હવે ખીરા ને ક્પ્સીકમ મા ભરી ઢોકળા ના કૂકર મા બાફવા મુકવા.
  7. ૮ થી ૧૦ મિનિટ મા ઢોકળા શિમલા મિર્ચ તૈયાર થઈ જશે. તને કૂકર માથી કાઢી ઠંડા થવા દેવા.
  8. હવે ઢોકળા શિમલા મિર્ચ ને હલકા હાથ થી વચ્ચે થી કાપી લો.
  9. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી કઢીલીમડો, તલ, હીંગ નાખીને વઘાર તૈયાર કરવો.
  10. વઘાર ને બરાબર ઢોકળા શિમલા મિર્ચ પર રેડવો.
  11. હવે કોથમીર થી સજાવી ને ઢોકળા શિમલા મિર્ચ જ્યુસ કે ચા, કોફી સાથે મજા માણો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Aug-03-2018
Rani Soni   Aug-03-2018

:ok_hand::ok_hand::ok_hand::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર