હોમ પેજ / રેસિપી / ગ્રીન પાઉં ભાજી

Photo of Green Pavbhaji by Hetal Sevalia at BetterButter
1313
3
0.0(0)
0

ગ્રીન પાઉં ભાજી

Aug-02-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન પાઉં ભાજી રેસીપી વિશે

બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવવા માટેની આ ખાસ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સ્ટર ફ્રાય
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 ઝૂડી બ્લાનચ કરેલી પાલકની પેસ્ટ
  2. 1/4 કપ બાફેલા વટાણા
  3. 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ
  4. 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
  5. 1/4 કપ લીલી ડુંગળી ઝીણી સમારેલી
  6. 1 ડુંગળી ઝીણી સમારેલી
  7. 3 લીલાં ટામેટાં ઝીણા સમારેલા
  8. 1 ચમચી લસણની પેસ્ટ
  9. 1.5 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  10. 1 ચમચી પાઉં ભાજીનો મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/4 ચમચી હળદર
  13. 1/4 કપ બટાકા
  14. 1/4 કપ ફલાવર
  15. 1/4 કપ કોબીજ
  16. 1/4 કપ લીલાં રીગણ
  17. બટર જરૂર મુજબ
  18. પાઉં જરૂર મુજબ
  19. સલાડ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ફલાવર, રીગણ, કોબીજ, બટાકા મીઠું અને હળદર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો અને પછી ક્રશ કરી લો.
  2. હવે એક કઢાઈમાં બટર લઈ તેમાં ડુંગળી સાતળી લો પછી તે માં ટામેટાં ઉમેરી સાતળી લો હવે તેમાં કોથમીર, લીલી ડુંગળી, કેપ્સિકમ, વટાણા ઉમેરી સાતળી લો.
  3. હવે તેમાં લસણ, મરચાં, પાઉં ભાજીનો મસાલો સાતળો. હવે ક્રશ કરેલા શાક ઉમેરો. ત્યારબાદ પાલકની પ્યુરી ઉમેરી સારી રીતે મિક્સ કરો. 5 મિનિટ સુધી થવા દો.
  4. હવે એક તવી પર બટર મૂકી લસણની ચટણી સાતળી પાઉં રગદોળી શેકી લો.
  5. હવે ગરમાગરમ પાઉં ભાજી,બટર નાખી પાઉં, લીબુ, અને ડુંગળી-ટામેટાં ની સલાડ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર