હોમ પેજ / રેસિપી / પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ

Photo of Palak Pakoda with palak chole balls by Rani Soni at BetterButter
864
0
0.0(0)
0

પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ

Aug-02-2018
Rani Soni
25 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ રેસીપી વિશે

આ રેસીપી ચટપટી યુનિક સાથે હેલ્થી પણ છે.સાંજે ચા સાથે આપણે મોટાભાગે કંઈક કુરકુરુ ખાવાનુ મન કરે છે. બનાવો સ્વાદિષ્ટ અને મજેદાર પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ચટપટી હોવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક સમારેલ અને ઉકાળેલ 1 કપ
  2. કાબૂલી ચણા બાફેલા 1 કપ
  3. લીલા મરચું 2
  4. આદુ 1 નાની ચમચી
  5. સ્વાદમુજબ મીઠું
  6. તેલ તળવા
  7. ગરમ મસાલા પાવડર 1 ચમચી
  8. ચાટ મસાલા 1 1/2 ચમચી
  9. કોર્નફ્લોર 1 ચમચી
  10. ચીઝ 1 ક્યુબ
  11. તલ 1 ચમચી
  12. પાલક પકોડા બનાવવા માટે:
  13. પાલક પાન 2-3
  14. 1/2 કપ ચણા નો લોટ
  15. 1/2 ચમચી મરચા પાવડર
  16. સ્વાદમુજબ મીઠું
  17. હળદર પાવડર એક ચપટી
  18. તેલ તળવા
  19. 1 ટીસ્પૂન ચાટ મસાલા
  20. દહીં 2 ચમચી
  21. લીલા ચટણી 2 ચમચી
  22. ખજૂર આંબલી ચટણી 2 ચમચી
  23. ટામેટા રિંગ્સ 3-4
  24. ચીઝ 1 ક્યુબ
  25. 1 ચમચી કોથમિર

સૂચનાઓ

  1. બોલ બનાવવા: મિકસર માં લીલી મરચાં, આદુ, બાફેલ ચણા, પાલક, મીઠું, ગરમ મસાલા પાવડર, ચાટ મસાલા અને 1 ચમચી પાણી નાંખી પે્સ્ટ બનાવો
  2. 15 મિનિટ સુધી રેફ્રિજરેટ કરો
  3. તેલ ને ગરમ કરો
  4. મિશ્રણ માંથી બોલ બનાવો અંદર ચીઝ ક્યુબ મૂકી ગોળો વાળી લો.
  5. દરેક બોલ ને આ રીતે બનાવો
  6. હવે કોર્નફ્લોર માં રગદોળો
  7. તેલમાં તળી લો
  8. ઉપર તલ નાંખી સાઈડ પર મૂકો
  9. બોલ્સ તૈયાર છે
  10. પકોડા બનાવવા: ચણા નો લોટ, મરચાં પાવડર, મીઠું, હળદર પાવડર અને જરુર મુજબ પાણી લઈ ખીરુ બનાવો
  11. તેલ ને કઢાઈ માં ગરમ કરો
  12. પાલક ના પાન ને ખીરા માં ડૂબોડી
  13. તેલ માં તળો
  14. ઉપર ચાટ મસાલા પાવડર નો છંટકાવ કરો
  15. પ્લેટિંગ માટે: પ્લેટ માં પાલક ના પકોડા મૂકો ઉપર ચણા પાલક ના બોલ્સ મૂકો
  16. તેના ઉપર લીલી ચટણી, દહીં, ખજુર આંબલી ચટણી, ટમેટા રિંગ્સ થી સજાઈ
  17. ચીઝ છીણી કોથમીર મૂકી
  18. પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ ગરમા ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર