Open in app

ખાંડવી લઝાનીઆ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dimpal Patel2nd Aug 2018

Khandvi Lasagna ના વિશે

Ingredients to make Khandvi Lasagna in gujarati

  • ખાંડવી માટેની સામગ્રી :
  • બેસન - ૧ કપ
  • છાશ - ૩ કપ
  • હીંગ - ૧/૪ નાની ચમચી
  • લીલા મરચાં અને આદુની પેસ્ટ - ૧ મોટી ચમચી
  • હળદર - ૧/૪ નાની ચમચી
  • મીઠું - ૧/૪ નાની ચમચી
  • વઘાર માટેની સામગ્રી :
  • તેલ - ૨ મોટી ચમચી
  • રાઈ - ૧/૨ નાની ચમચી
  • તલ - ૧/૨ નાની ચમચી
  • પહેલાં પડ માટેની સામગ્રી :
  • યીપી નૂડલ્સ - ૧ પેકેટ
  • લાલ મરચા ની ભૂકી - ૧ નાની ચમચી
  • મેયોનીઝ - ૨ મોટી ચમચી
  • ટામેટાં કેચપ - ૧ મોટી ચમચી
  • છીણેલું ચીઝ - ૨ મોટી ચમચી
  • મીઠું - ૧/૪ નાની ચમચી
  • બીજા પડ માટેની સામગ્રી :
  • કાપેલા કાંદા - ૧ મોટી ચમચી
  • કાપેલા ટામેટાં - ૧ મોટી ચમચી
  • કાપેલા સિમલા મરચાં - ૧ મોટી ચમચી
  • કાપેલું કોબીજ - ૧ મોટી ચમચી
  • કાપેલા ગાજર - ૧ મોટી ચમચી
  • લીલાં મરચાં ની પેસ્ટ - ૧ નાની ચમચી
  • કાળા મરી નો પાવડર - ૧ મોટી ચમચી
  • મેયોનીઝ - ૨ મોટી ચમચી
  • ટામેટા કેચપ - ૧ મોટી ચમચી
  • છીણેલું ચીઝ - ૨ મોટી ચમચી
  • મીઠું - ૧/૪ નાની ચમચી
  • ત્રીજા પડ માટેની સામગ્રી :
  • કોથમીર ની ચટણી - ૧ મોટી ચમચી
  • કોપરાનું ખમણ - ૧ નાની ચમચી
  • છીણેલું ચીઝ - ૧ મોટી ચમચી
  • સજાવટ માટેની સામગ્રી :
  • ખાંડવી રોલ
  • કોપરાનું ખમણ
  • છીણેલું ચીઝ
  • કોથમીર
  • છીણેલું કોબીજ અને ગાજર

How to make Khandvi Lasagna in gujarati

  1. એક પેણીમાં બેસન , લીલા મરચાં - આદુની પેસ્ટ , હીંગ , હળદર અને મીઠું લઇ બરાબર મિક્ષ કરવું. અંદર ગઠ્ઠા રહેવા ન જોઈએ.
  2. આ પેણી ને ગેસ પર મૂકી સતત હલાવતા રહેવું. મધ્યમ આંચ પર ૧૦ મિનિટ થવા દેવું.
  3. હવે થાળીમાં કે રસોડા પર તેલ લગાડી દેવું.
  4. બેસન ના મિશ્રણને ત્યાં પાથરી દેવું.
  5. હવે તેમાંથી ૩ લંબચોરસ ટુકડા કરવા. એ પણ એવી રીતે કરવા કે એક ટુકડો સૌથી મોટો , બીજો એનાથી નાનો અને ત્રીજો બીજાથી પણ નાનો. થોડા રોલ બનાવી લેવા.
  6. ખાંડવી લઝાનીઆ ની રીત :
  7. યીપી નૂડલ્સને પેકેટ પરની સૂચના પ્રમાણે બનાવી લેવી. ત્યારબાદ તેમાં લાલ મરચું , મીઠું અને કેચપ મિક્સ કરવો.
  8. બીજા બાઉલમાં કાપેલા શાકભાજી , મેયોનીઝ ,લીલા મરચાં ની પેસ્ટ , મીઠું અને કાળા મરી નો પાવડર મિક્સ કરવો.
  9. હવે પીરસવાની ડીશમાં ખંડવીનો મોટો ટુકડો મૂકવો. તેની ઉપર મેયોનીઝ લગાડવું. પછી યીપી નું મિશ્રણ પાથરવું. તેની ઉપર ચીઝ છીણવી.
  10. તેની ઉપર ખાંડવી નો બીજો ટુકડો મુકવો. તેની ઉપર કેચપ લગાડવો. તેની ઉપર શાકભાજીનું મિશ્રણ પાથરવું. તેની ઉપર ચીઝ છીણવી.
  11. ત્યારબાદ તેની ઉપર ખાંડવીનો ત્રીજો ટુકડો મુકવો. તેની ઉપર કોથમીરની ચટણી લગાડવી. તેની ઉપર કોપરાનું ખમણ પાથરવું. તેની ઉપર ચીઝ છીણવું.
  12. તેની ઉપર ખાંડવી રોલ મુકવો.
  13. બીજી પેણીમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ અને તલ નાખવા. અને આ વઘાર લઝાનિઆ ની ઉપર નાંખવો.
  14. છીણેલા ગાજર , કોબીજ , કોપરાનું ખમણ , કોથમીરથી સજાવવું. ઉપરથી ચીઝ છીણી લેવું.

Reviews for Khandvi Lasagna in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khandvi Lasagna in gujarati

  • ખાંડવી

    7 likes
  • ખાંડવી

    3 likes
  • ખાંડવી

    2 likes
  • ખાંડવી

    0 likes
  • ખાંડવી

    1 likes
  • ખાંડવી

    0 likes