લીમડા ના પાન નો હલવો | Curry leaves halwa Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  3rd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Curry leaves halwa by Rani Soni at BetterButter
લીમડા ના પાન નો હલવોby Rani Soni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

5

0

લીમડા ના પાન નો હલવો

લીમડા ના પાન નો હલવો Ingredients to make ( Ingredients to make Curry leaves halwa Recipe in Gujarati )

 • 1/2 કપ રવો
 • 1 ચમચી તાજા લીમડા ના પાન
 • 1 કપ પાણી
 • 1/2કપ ખાંડ
 • 1/4 કપ ઘી
 • ચપટી અેલચી પાવડર
 • લીલો ફૂડ કલર ચપટી (આેપ્શનલ)
 • 1 ચમચી ગુલાબ ની પાંદડી
 • 1-2 ટીપા ગુલાબ અેસેન્સ
 • 2 ચમચી પિસ્તા,બદામ,કાજુ સમારેલ

How to make લીમડા ના પાન નો હલવો

 1. તાજા લીમડા ના પાન ને પેન માં શેકી લો ધીમા તાપ પર
 2. હવે તેનો પાવડર બનાવી લો
 3. કડાઈ માં ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મુકો.
 4. જ્યારે ઘી ગરમ થઈ જાય અેટલે તેમા રવો, તાજા લીમડા ના પાન નો પાવડર નાખીને મધ્યમ તાપ પર સેકો.
 5. હળવુ બ્રાઉન થતા સુધી સેકો.
 6. પાણી ને ગરમ કરો.
 7. પાણી ને રવા માં નાંખી ને સતત હલાવતા રહો.
 8. જેથી તેમા ગાંઠ ન પડે.
 9. પાણી શોષાય ત્યારે ખાંડ નાંખો મિકસ કરો.
 10. ગુલાબ અેસેન્સ,લીલો ફૂડ કલર નાંખો.
 11. થોડા પિસ્તા,બદામ,કાજુ સમારેલ નાંખો.
 12. મિકસ કરો.
 13. જ્યારે શિરા જેવુ ગાઢું મિશ્રણ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
 14. તેમા એલચી પાવડર ઉમેરો મિક્સ કરો.
 15. તૈયાર છે લીમડા ના પાન નો હલવો
 16. તેને બદામ ,કાજુ,પિસ્તા,ગુલાબ ની પાંદડી થી સજાવીને સર્વ કરો.

My Tip:

ડાયાબિટીશ માટે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી બનાઈ શકાય

Reviews for Curry leaves halwa Recipe in Gujarati (0)