હોમ પેજ / રેસિપી / લીમડા ના પાન નો હલવો

Photo of Curry leaves halwa by Rani Soni at BetterButter
827
4
0.0(0)
0

લીમડા ના પાન નો હલવો

Aug-03-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીમડા ના પાન નો હલવો રેસીપી વિશે

શેફ ઇન્દ્રેર દેવ ની આ વાનગી ની રીત છે જે મે થોડી ફેરફાર કરી બનાવી છે.લીમડા ના પાન ના બહુ ફાયદા છે.આ હલવો લીમડા ના તાજા પાન ને શેકી તેનો પાવડર બનાવી રવા સાથે બનાવ્યો છે. જેનો ટેસ્ટ ખુબ જ સરસ છે. એક વાર જરુર થી બનાવજો આ હલવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ રવો
  2. 1 ચમચી તાજા લીમડા ના પાન
  3. 1 કપ પાણી
  4. 1/2કપ ખાંડ
  5. 1/4 કપ ઘી
  6. ચપટી અેલચી પાવડર
  7. લીલો ફૂડ કલર ચપટી (આેપ્શનલ)
  8. 1 ચમચી ગુલાબ ની પાંદડી
  9. 1-2 ટીપા ગુલાબ અેસેન્સ
  10. 2 ચમચી પિસ્તા,બદામ,કાજુ સમારેલ

સૂચનાઓ

  1. તાજા લીમડા ના પાન ને પેન માં શેકી લો ધીમા તાપ પર
  2. હવે તેનો પાવડર બનાવી લો
  3. કડાઈ માં ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મુકો.
  4. જ્યારે ઘી ગરમ થઈ જાય અેટલે તેમા રવો, તાજા લીમડા ના પાન નો પાવડર નાખીને મધ્યમ તાપ પર સેકો.
  5. હળવુ બ્રાઉન થતા સુધી સેકો.
  6. પાણી ને ગરમ કરો.
  7. પાણી ને રવા માં નાંખી ને સતત હલાવતા રહો.
  8. જેથી તેમા ગાંઠ ન પડે.
  9. પાણી શોષાય ત્યારે ખાંડ નાંખો મિકસ કરો.
  10. ગુલાબ અેસેન્સ,લીલો ફૂડ કલર નાંખો.
  11. થોડા પિસ્તા,બદામ,કાજુ સમારેલ નાંખો.
  12. મિકસ કરો.
  13. જ્યારે શિરા જેવુ ગાઢું મિશ્રણ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  14. તેમા એલચી પાવડર ઉમેરો મિક્સ કરો.
  15. તૈયાર છે લીમડા ના પાન નો હલવો
  16. તેને બદામ ,કાજુ,પિસ્તા,ગુલાબ ની પાંદડી થી સજાવીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર