Open in app

અજમા ના પાનના ભજીયા વીથ સ્ટફીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Harsha Israni3rd Aug 2018

Ajwain's leaves pakora with stuffing ના વિશે

Ingredients to make Ajwain's leaves pakora with stuffing in gujarati

  • ૨૦ થી ૩૦ અજમાના પાન
  • તેલ (તળવા માટે)
  • ચાટ મસાલો( ભજીયા ઉપર છાંટવા માટે)
  • બેૈટર બનાવવા માટે-
  • ૨ કપ બેસન
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ધાણાજીરુ
  • ૧/૨ ચમચી લાલ મરચુ
  • ચપટી સોડા
  • મીઠુ સ્વાદ મુજબ
  • સ્ટફીંગ માટે-
  • ૧ કપ લીલા શીમલા મરચા
  • ૧/૨ પનીર
  • ૨ નંગ કાચા કેળા ( બાફીને ક્ શ કરેલા )
  • ૨ -૩ લીલા મરચા (વાટેલાં)
  • ૧/૨ ચમચી ધાણા જીરુ
  • ૨ ચમચી લીંબુનો રસ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી લાલ મરચુ
  • ૧ ચમચી ખાંડ
  • મીઠુ સ્વાદ મુજબ

How to make Ajwain's leaves pakora with stuffing in gujarati

  1. ૧)સૌથી પહેલાં અજમાના પાનને ધોઈને સુકવી દો.
  2. ૨)સ્ટફીંગ બનાવવા માટે અેક કઢાઈ લઈ તેમાં ૪ ચમચી તેલ ગરમ કરવા મૂકો.હવે વાટેલા લીલા મરચા, જીણા સમારેલા શીમલા મરચા ઉમેરીને સાંતળો.ત્યાર બાદ બાફેલુ કાચા કેળા ,પનીર ,લાલ મરચુ,ધાણા જીરુ,હળદર,ખાંડ,લીંબુનો રસ,ગરમ મસાલોમીઠુ ઉમેરીને મીકસ કરો. ૨ મિનિટ ધીમી આંચે ચઢવા દો.પછી ગેસ બંધ કરીને ઠંડુ પડવા દો.
  3. ૩)બૈટર બનાવવા માટે એક બાઉલમાં બેસન, લાલ મરચુ,હળદર,મીઠુ,ધાણાજીરુ,ચપટી સોડા મીકસ કરી થોડુ પાણી નાખી ઘાટુ ખીરુ બનાવી દો.
  4. ૪)અજમાના અેક પાન પર સ્ટફીંગ પાથરી દો.અજમા ના બીજા પાનને તેની ઉબર મૂકીને હળવા હાથે દબાવી લો.
  5. ૫)અેક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરવા મૂકો.અજમાના સ્ટફીંગ થયેલા પાનને બેસનના ખીરામાં ડીપ (બોળીને) કરીને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો (ફા્ય).ટીશુ પેપર મૂકેલી ડીશમાં કાઢી લો.
  6. ૬)તૈયાર છે અજમાના પાનના ભજીયા વીથ સ્ટફીંગ . ભજીયા ઉપર ચાટ મસાલો છાંટીને કોથમીરની ચટની અને ટોમેટો સોસ સાથે પીરસો.
  7. ૭)

Reviews for Ajwain's leaves pakora with stuffing in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ajwain's leaves pakora with stuffing in gujarati