BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / અજમા ના પાનના ભજીયા વીથ સ્ટફીંગ

Photo of Ajwain's leaves pakora with stuffing by Harsha Israni at BetterButter
0
2
0(0)
0

અજમા ના પાનના ભજીયા વીથ સ્ટફીંગ

Aug-03-2018
Harsha Israni
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અજમા ના પાનના ભજીયા વીથ સ્ટફીંગ રેસીપી વિશે

અજમા પાનનો ઊપયોગ આપણે કાળો બનાવવામાં કરીએ છીએ અને અેના સાધા ભજીયા પણબનાવીઅે છીએ. પણ આ ભજીયામાં સ્ટફીંગ છે જેથી ખાવામાં ટેસ્ટી લાગે છે.અજમાની અેક ડાળી રોપવાથી તે ઝડપથી વધે તેવી વેલ છે. શરદી /ખાસી માટે અજમાના પાન ફાયદેમંદ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦ થી ૩૦ અજમાના પાન
  2. તેલ (તળવા માટે)
  3. ચાટ મસાલો( ભજીયા ઉપર છાંટવા માટે)
  4. બેૈટર બનાવવા માટે-
  5. ૨ કપ બેસન
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૧/૨ ચમચી ધાણાજીરુ
  8. ૧/૨ ચમચી લાલ મરચુ
  9. ચપટી સોડા
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. સ્ટફીંગ માટે-
  12. ૧ કપ લીલા શીમલા મરચા
  13. ૧/૨ પનીર
  14. ૨ નંગ કાચા કેળા ( બાફીને ક્ શ કરેલા )
  15. ૨ -૩ લીલા મરચા (વાટેલાં)
  16. ૧/૨ ચમચી ધાણા જીરુ
  17. ૨ ચમચી લીંબુનો રસ
  18. ૧ ચમચી ગરમ મસાલો
  19. ૧/૨ ચમચી હળદર
  20. ૧/૨ ચમચી લાલ મરચુ
  21. ૧ ચમચી ખાંડ
  22. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ૧)સૌથી પહેલાં અજમાના પાનને ધોઈને સુકવી દો.
  2. ૨)સ્ટફીંગ બનાવવા માટે અેક કઢાઈ લઈ તેમાં ૪ ચમચી તેલ ગરમ કરવા મૂકો.હવે વાટેલા લીલા મરચા, જીણા સમારેલા શીમલા મરચા ઉમેરીને સાંતળો.ત્યાર બાદ બાફેલુ કાચા કેળા ,પનીર ,લાલ મરચુ,ધાણા જીરુ,હળદર,ખાંડ,લીંબુનો રસ,ગરમ મસાલોમીઠુ ઉમેરીને મીકસ કરો. ૨ મિનિટ ધીમી આંચે ચઢવા દો.પછી ગેસ બંધ કરીને ઠંડુ પડવા દો.
  3. ૩)બૈટર બનાવવા માટે એક બાઉલમાં બેસન, લાલ મરચુ,હળદર,મીઠુ,ધાણાજીરુ,ચપટી સોડા મીકસ કરી થોડુ પાણી નાખી ઘાટુ ખીરુ બનાવી દો.
  4. ૪)અજમાના અેક પાન પર સ્ટફીંગ પાથરી દો.અજમા ના બીજા પાનને તેની ઉબર મૂકીને હળવા હાથે દબાવી લો.
  5. ૫)અેક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરવા મૂકો.અજમાના સ્ટફીંગ થયેલા પાનને બેસનના ખીરામાં ડીપ (બોળીને) કરીને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો (ફા્ય).ટીશુ પેપર મૂકેલી ડીશમાં કાઢી લો.
  6. ૬)તૈયાર છે અજમાના પાનના ભજીયા વીથ સ્ટફીંગ . ભજીયા ઉપર ચાટ મસાલો છાંટીને કોથમીરની ચટની અને ટોમેટો સોસ સાથે પીરસો.
  7. ૭)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર