Open in app

પોલકાં ડોટ કલરફુલ મરચાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  16 min
પીરસવું  5 people
Kalpana Parmar3rd Aug 2018

Polka dot colorful marcha ના વિશે

Ingredients to make Polka dot colorful marcha in gujarati

  • 1. 2 બાફેલા બટાકાં 
  • 2. 1 ડુંગરી ઝીણી સમારેલી
  • 3. 2 મોટી ચમચી સિમલા મરચાં ઝીણાં
  • 4. 2 મોટી ચમચી ગાજર ઝીણાં સમારેલાં
  • 5. 2 મોટી ચમચી બાફેલા વટાણા
  • 6. 2 મોટી ચમચી  તેલ વઘાર માટે
  • 7. 1/2 ચમચી જીરું
  • 8. ચપટી હિંગ
  • 9. 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 10. 2 લીલા મરચાં ઝીણાં સમારેલાં
  • 11. 1 નાની ચમચી ગરમ મસાલો
  • 12. 1 મોટી ચમચી આમચૂર પાવડર
  • 13. 1/2 નાની ચમચી હળદળ
  • 14. 2 મોટી ચમચી લીલા ધાણા સમારેલાં
  • 15. મીઠું સ્વાદમુજબ
  • # ઉપર ના પળ માટે ( લીલા પળ માટે )
  • 1/2 કપ મેદો
  • 1 મોટી ચમચી તેલ મોણ માટે
  • 2 ચમચી પાલકની પ્યુરી
  • મીઠુંસ્વાદ મુજબ
  • # નીચે ના પળ માટે (સફેદ પળ માટે )
  • 1/2 કપ મેદો
  • 1 મોટી ચમચી તેલ મોણ માટે
  • મીઠું સ્વાદ મુજબ

How to make Polka dot colorful marcha in gujarati

  1. 1. લીલો ને સફેદ બંને પરોઠા જેવો લોટ બાંધીને 20 મિનિટ માટે રહેવા દેવો
  2. 2. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં જીરુંનાખો જીરું તતડે એટલે સમારેલી ડુંગરી નાખી ગુલાબી સાતરી લો પછી આદુ લસણ ની પેસ્ટ લીલાં મરચાં સમારેલાં નાખીને 1 મિનિટ માટે સાતરવું પછી ગાજર સિમલા મરચાં વટાણા નાખીને મીઠું નાખીને 2 મિનિટ ઢાંકીને ચડવા દેવું
  3. 3. ત્યારબાદ બધા મસાલા ને બાફેલા બટાકા ને મસળીને નાખવાં 1 મિનિટ માટે બધું સરસ રીતે મિક્સ થવા દેવું ગેસ બંધ કરીને લીલાં ધાણા નાખીને ઠંડુ થવા દેવું ..
  4. 4. લીલા ને સફેદ લોટ માંથી નાની ને પાતળી પુરી વણી લેવી
  5. 5. લીલી પુરી પર કોઈ પણ ડિઝાઈન ના કટરથી થોડાં થોડા અંતર થી કટ કરી લો લીલી પુરી પર સફેદ પુરી દબાવી ને ચોંટાડી દો
  6. 6. બન્ને પુરી નો કોન બનાવો તેમાં  2 ચમચી પૂરણ ભરી ને મરચાંનો શેપ આપો આજ રીતે બીજા પણ બનાવી લો
  7. 7. ગરમ તેલ માં ધીમા તાપે તળી લો લીલી ચટણી કે ટામેટાં કેચૂપ સાથે સર્વ કરો

Reviews for Polka dot colorful marcha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Polka dot colorful marcha in gujarati