Open in app

પાલક માલપુવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Bharti Khatri4th Aug 2018

Palak Malpuva ના વિશે

Ingredients to make Palak Malpuva in gujarati

  • ૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૧/૨ કપ સોજી
  • ૧/૨ કપ ઘી
  • ૧/૨ કપ પાલક પ્યોરી
  • ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  • ૧/૨ કપ ખાંડ ચાસણી માટે
  • ૨ ઈલાયચી ના દાણા
  • ચપટી કેસર ના તાતણા
  • ૧/૨ ચમચી ખસખસ
  • ૧ ચમચી વરિયાળી
  • ૧ ચમચો કાજુ બદામ ની કાતરી

How to make Palak Malpuva in gujarati

  1. પાલક ધોઈ લો.
  2. પાલક ને મિક્સર મા પીસી લેવુ.
  3. કડાઈ મા ઘી ગરમ કરી તેમા પીસેલી પાલક મિક્સ કરી શેકવુ. જ્યા સુધી તેમાનુ બધુ પાણી બળી જાય.
  4. આ રીતે તેમાનુ પાણી બળી ગયા પછી મિશ્રણ તૈયાર થશે.
  5. હવે તપેલી મા ઘઉંનો લોટ, સોજી, વરિયાળી, ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
  6. ૧ ચમચી ખાંડ મિક્સ કરો.
  7. હવે પાલક પીસી ને ઘી મા શેકેલી પ્યોરી મિક્સ કરો.
  8. હવે જરૂર હોય તેટલું પાણી મિક્સ કરી જાડું ખીરુ તૈયાર કરવુ.
  9. તપેલી મા ૧ કપ ખાંડ મા ૧ કપ પાણી નાખીને ઉકળવા દેવુ જ્યા સુધી ખાંડ ઓગળી જાય અને થોડી જાડી ચાસણી થવા દેવી.
  10. આ રીતે ચાસણી થાય એટલે તેમા ઇલાયચી ના દાણા અને કેસર ના તાતણા મિક્સ કરવા.
  11. કડાઈ મા ૧ ચમચો ઘી ગરમ કરવા મૂકવુ.
  12. તેમા તૈયાર કરેલ પાલક નુ ખીરુ ગોળાકાર બનાવી ને મૂકવુ.
  13. બન્ને બાજુ લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી શેકવુ.
  14. આ રીતે માલપુવા ઘીમાં શેકી તૈયાર કરવા.
  15. માલપુવા બનાવી ને ચાસણી મા થોડીવાર રાખવા.
  16. હવે પાલક માલપુવા તૈયાર છે. તેમા કાજુ બદામ ની કાતરી અને ખસખસ થી સજાવી ને પિરસવું.

Reviews for Palak Malpuva in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak Malpuva in gujarati

  • માલપુવા

    1 likes
  • પાલક કઢી

    6 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    13 likes
  • પાલક પનીર

    4 likes