હોમ પેજ / રેસિપી / સ્ટફ થેપલા સમોસા

Photo of Stuffed thepla samosha by Devi Amlani at BetterButter
323
1
0.0(0)
0

સ્ટફ થેપલા સમોસા

Aug-04-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ થેપલા સમોસા રેસીપી વિશે

જ્યારે મેથીના-થેપલા બનાવી અને પછી તેમાં સ્ટફિંગ કરવાથી સ્વાદ ખુબ જ સરસ આવે છે અહીં થેપલા મા બટાકાનું સ્ટફિંગ કરીને થેપલા સમોસા શેઈપ આપેલો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ઘઉંનો લોટ
  2. 1 બાઉલ મેથીની ભાજી સમારેલી
  3. 1 ચમચી મરચું પાઉડર
  4. 1 ચમચી હળદર પાવડર
  5. 1 નાની ચમચી હિંગ
  6. 1 ચમચી મીઠુ
  7. 1 નાની વાટકી તેલ
  8. સ્ટફિંગ માટે
  9. 4 નંગ બાફેલા બટાકા
  10. 1 નંગ સમારેલી ઝીણી ડુંગળી
  11. 1 નાની ચમચી જીરુ
  12. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  13. 1 નાની વાટકી સમારેલી ધાણા ભાજી
  14. 1 ચમચી લીંબુનો રસ
  15. સવૅ કરવા માટે
  16. ટોમેટો કેચપ
  17. લીલી ચટણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ થેપલા બનાવવા માટેનો લોટ લઇ તેમાં મેથીની ભાજી અને બધા મસાલા નાખી લોટ બાંધવો
  2. હવે થેપલાને વળી લો અને ત્રિકોણ આકારમાં કટ કરીને એક્ સાઈડ રાખો
  3. હવે સમોસા ના સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં થોડું તેલ લઇ જીરું નાખો અને ત્યારબાદ ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો
  4. હવે બાફેલા બટાકાને ક્રસ કરીને તેમાં નાખો ત્યારબાદ તેમાં મીઠું અને લીંબુ અને ધાણા ભાજી ઉમેરી સ્ટફિંગ બનાવો
  5. હવે વણેલા થેપલા માં બટેકા નું સ્ટફિંગ ભરી સમોસાનો આપો અને વડે દબાવી દો જેથી ખૂલે નહીં
  6. હવે નોન સ્ટિક પેન લઇને તેને શેકી લો
  7. આ રીતે થેપલા સમોસા તૈયાર છે હવે ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર