હોમ પેજ / રેસિપી / ઢોકળા મફીન્સ

Photo of Dhokla Muffins by Dimpal Patel at BetterButter
402
0
0.0(0)
0

ઢોકળા મફીન્સ

Aug-04-2018
Dimpal Patel
480 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકળા મફીન્સ રેસીપી વિશે

ઢોકળા નું એકદમ હેલ્ધી રૂપ કે જેમાં પાલક અને ગાજર વાપર્યા છે. સાથે સાથે મફીન્સ નો શેપ જોઈને જ બાળકો ખાયા જ કરે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણાની દાળ - ૨૫૦ ગ્રામ
  2. અદડની દાળ - ૫૦ ગ્રામ
  3. ચોખા - ૫૦ ગ્રામ
  4. પલાળેલા પૌંઆ - ૧/૪ કપ
  5. છીણેલું ગાજર - ૧/૪ કપ
  6. પાલકની પ્યૂરી -૧/૪ કપ
  7. લીલા મરચાં ની પેસ્ટ - ૨ મોટી ચમચી
  8. હીંગ - ૧/૨ નાની ચમચી
  9. હળદર - ૧/૪ નાની ચમચી
  10. ઇનો - ૧ પેકેટ
  11. મીઠું - ૧/૩ નાની ચમચી
  12. ચીઝ ક્યુબ - ૧
  13. ઝીણાં કાપેલા શાકભાજી જેવાં કે ગાજર , સિમલા મરચાં
  14. તેલ - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. ચણા દાળ , અદડની દાળ અને ચોખાને ૫ - ૬ માટે પલાળી દેવા. પછી પલાળેલા પૌઆ સાથે તેને મિક્સરમાં વાટી લેવા. ફરી ૪ - ૫ માટે બાજુ માં મૂકી રાખવું.
  2. હવે તેમાં હીંગ , લીલાં મરચાં ની પેસ્ટ , છીણેલું ગાજર અને મીઠું બરાબર મિક્ષ કરવું.
  3. હવે આ મિશ્રણને બે ભાગમાં વહેંચી નાંખો. એક ભાગમાં પાલક પ્યૂરી ઉમેરવી
  4. ઢોકળાના કુકર માં પાણી ગરમ કરવા મૂકવું. મફીન્સ મોલ્ડમાં તેલ લગાડવું.
  5. બંને મિશ્રણમાં ઈનો ઉમેરવો. તેલ લગાડેલા મફીન્સ મોલ્ડમાં લીલું મિશ્રણ અડધું ભરવું. પછી તેને ૧ મિનિટ માટે ઢોકળાના કૂકરમાં મૂકવું.
  6. હવે તેને બહાર કાઢીને ઉપર પીળા કલરનું મિશ્રણ પાથરવું. તેની ઉપર કાપેલા શાકભાજી અને છીણેલું ચીઝ પાથરવું.
  7. ફરી પાછા મોલ્ડને ૩ -૪ મિનિટ માટે ઢોકળા કૂકરમાં મૂકવા.
  8. થોડા મફીન્સ ઉપર લીલો અને નીચે પીળા કલરના બનાવવા.
  9. કેચપ અને કોથમીરની ચટણી સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર