હોમ પેજ / રેસિપી / શક્કરટેટી અને આંબા સ્મુધિ

Photo of Muskmelon and mango smoothie by Lata Lala at BetterButter
610
2
0.0(0)
0

શક્કરટેટી અને આંબા સ્મુધિ

Aug-04-2018
Lata Lala
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરટેટી અને આંબા સ્મુધિ રેસીપી વિશે

જ્યારે તમારી પાસે સવારના નાસ્તો તૈયાર કરવા માટે સમયનો અભાવ હોય ત્યારે શક્કરટેટી અને આંબાને મિક્સરમાં ફીણી ને તૈયાર કરો આ સ્મુધિ. તે સુગંધી, રંગીન અને પૌષ્ટિક પણ છે કારણકે બન્નેમાં વધુ માત્રામાં વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ રહેલા છે. આ મજેદાર સ્મુધિ તમને જમવાના સમય સુધી સ્ફૂર્તિમય અને ઉત્સાહી રાખશે અને એવો સંતોષ આપશે કે જાણે તમે પૂર્ણ નાસ્તો આરોગ્યો હોય.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. શકરટેટી 1
  2. તકમરીયા 1 ચમચી
  3. આંબા/પાકી કેરી 1/2
  4. શેકેલી વરિયાળી 1/2 ચમચી
  5. કાચી કેરી 2 ચમચી
  6. પુદીના ના પાન થોડીક
  7. દહીં 1 કટોરી
  8. સંતરા ની છાલ 1 ચમચી
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. મરી પાવડર ચપટી

સૂચનાઓ

  1. શકરટેટી ને કાપીને બે ભાગ કરી લો
  2. એક ભાગ નો ગર/પલ્પ કાઢીને એને સર્વિંગ બોલ જેમ બનાવી રાખો
  3. હવે ચમચી વડે બીજા ભાગમાં થી ગર/પલ્પ કાઢો
  4. તકમરીયા ને પાણી માં થોડી વાર ભિજવી રાખો
  5. પાણી માં નાખેલો તકમરીયા ફુલાઈ જશે તેને કાઢીને શક્કરટેટી ના કિનારા ઉપર ચોપડી રાખો
  6. બાકી બધી વસ્તુઓને જેમ કે શક્કરટેટી નો ગર, દહીં,શેકેલી વરિયાળી, પુદીના ના પાન, સંતરા છાલ, કાચી કેરી, આંબા,મિક્સરની જારમાં ભેગી કરી સુંવાળી સ્મુધિ તૈયાર કરો.
  7. સ્વાદ પ્રમાણે મીઠું અને મરી નાખો
  8. આને ફ્રિજ માં ઠંડુ કરવા મૂકો
  9. હવે ઠંડી સ્મુધિને સર્વિંગ બોલ માં નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર