Open in app

મટર કરી વીથ સૈફન આલૂ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Rani Soni4th Aug 2018

Matar curry with Saffron aloo ના વિશે

Ingredients to make Matar curry with Saffron aloo in gujarati

  • મટર કરી માટે:
  • 1 કપ લીલા વટાણા
  • 1/2 ઇંચના આદુનો ટુકડો
  • 2 લીલા મરચાં
  • 2 તજપાન
  • હિંગ ચપટી
  • 1/4 ચમચી જીરા પાવડર
  • 1/4 નાની ચમચી કાળા મરી પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલા
  • 1/2 કપ ડુંગળી ની પેસ્ટ
  • 1/4 નાની ચમચી લસણ ની પેસ્ટ
  • 2 ચમચી ઘી
  • સ્વાદમુજમ મીઠું
  • 1/2 કપ પાણી
  • 1 ચમચી લીંબુ નો રસ
  • સૈફન આલૂ માટે:
  • 1 બટાકા
  • ચપટી કેસર
  • સ્વાદમુજમ મીઠું
  • કોથમીર 1 ચમચી

How to make Matar curry with Saffron aloo in gujarati

  1. ગ્રાઇન્ડ જાર માં લીલા વટાણા આદુ, મરચાં, અને અેક ચમચી પાણી નો ઉપયોગ કરી અધકચરી પેસ્ટ બનાવો
  2. એક પેન માં ઘી ગરમ કરો
  3. તેમાં તજપાન, હિંગ નાંખો
  4. ડુંગળી ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાંખી સાંતળો
  5. આછી બદામી થાય ત્યા સુધી સાંતળો
  6. વટાણા ની પેસ્ટ ઉમેરો સાંતળો
  7. કાળા મરી પાવડર ,જીરા પાવડર, મીઠું ઉમેરો
  8. મિગસ કરો
  9. 1/2 કપ પાણી ઉમેરો
  10. 3-4 મિનિટ ઉકળવા દો
  11. લીંબુ નો રસ ઉમેરો
  12. ગરમ મસાલા ઉમેરો અને મિકસ કરો
  13. ગેસ બંધ કરો વટાણા ની કરી તૈયાર છે
  14. બટાકા ની છાલ ઉતારી લાંબા સમારી લો
  15. એક પેન માં જરુર મુજબ પાણી ગરમ કરી
  16. તેમાં મીઠું અને કેસર ઉમેરી
  17. લાંબા સમારેલ બટાકા નાંખી ઢાંકી દો
  18. 5-6 મિનીટ માં બટાકા બફાઈ જશે
  19. પાણી માંથી બટાકા કાઢી લો
  20. સૈફન આલુ તૈયાર છે
  21. પિરસતી વખતે બાઉલ માં વટાણા ની કરી લઈ કેસર આલુ મૂકી
  22. કેસર અને કોથમીર થી સજાઉ રોટી જોડે પિરસો
  23. તૈયાર છે મટર કરી વીથ સૈફન આલૂ

Reviews for Matar curry with Saffron aloo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Matar curry with Saffron aloo in gujarati