હોમ પેજ / રેસિપી / પનીર અને ચીઝ ભરેલા પરવળ ઈન પાલક પનીર ગ્રેવી.

Photo of Stuff pointed gaurd with palak paneer gravy. by Mita Shah at BetterButter
663
0
0.0(0)
0

પનીર અને ચીઝ ભરેલા પરવળ ઈન પાલક પનીર ગ્રેવી.

Aug-04-2018
Mita Shah
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર અને ચીઝ ભરેલા પરવળ ઈન પાલક પનીર ગ્રેવી. રેસીપી વિશે

ભરેલા પરવળ .. રસાદાર.. ફ્યુઝન..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • પીસવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ પરવળ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૩ચમચી ચીઝ
  4. ૧ઝીણી સમારેલી ડુંગળી
  5. ૧ઝીણું સમારેલું ટામેટું
  6. ૩થી૪કળી લસણની
  7. ૧ઝુડી પાલક
  8. ૨ચમચા સમારેલા ધાણા.( કોથમીર)
  9. ૧લીલું મરચું
  10. ૧ટુકડો આદુ
  11. ૧/૨ચમચી મરી નો પાવડર
  12. ૮/૧૦ ફુદીનાના પાન
  13. ૧/૨હળદર
  14. લીલા મરચાં જરૂર પ્રમાણે
  15. ૧ચમચી ધાણાજીરું
  16. ૨લવિંગ,૧ટુકડો તજ ૧નાનું પાન તમાલપત્ર નું
  17. ૧ચમચી ખાંડ (ઓપ્શનલ)
  18. ૧ચમચી જીરું
  19. ૧/૨ચમચી હીંગ
  20. પાણી જરૂર મુજબ
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. ૨/૩ચમચા તેલ

સૂચનાઓ

  1. પરવળને છોલીને પાર બોઈલ કરી દો.વચ્ચે એક ઉભો કાપ પાડવો. (અધકચરા બાફી લો.)
  2. પાણીમાં થી કાઢીને ઠંડા પાણીમાં ધોઈ લો.
  3. બાજુ માં થોડી વાર રહેવા દો.
  4. છીણેલું પનીર અને ચીઝ લઈ મરી, સહેજ મીઠું, લીલા મરચાં સમારેલા, કોથમીર મીક્સ કરી ભરવા માટે નો મસાલો તૈયાર કરો.
  5. પરવળ માં મસાલો ભરી દો.
  6. કડાઈમાં થોડું તેલ મૂકી શેલો ફ્રાય કરી લો.(આછા આછા તળી લો.)
  7. બાજુ માં રાખી દો.
  8. પાલક, કોથમીર અને ફુદીનાના પાન મીક્સ કરી પાર બોઇલ (par boil) કરી દો.મરી પાવડર ,લીલું મરચું અને આદું ને મીઠું નાખવું..
  9. ઠંડા પાણીમાં ધોઈ પાણી નીતરી જાય એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી દો.
  10. ડુંગળી, લસણ, ટામેટાં, મરચું, આદું ની પણ પેસ્ટ બનાવી લો.
  11. કડાઈમાં તેલ મૂકી જીરું ને હીંગ મુકો.
  12. તતડી જાય એટલે ડુંગળી ટામેટાં ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
  13. રુટીન મસાલા નાખી દો.
  14. સહેજ પાણી રેડી ને પાંચેક મીનીટ થવા દો.
  15. તેલ છુટું પડે એટલે પાલક ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
  16. પરવળ ભરવા માટે બનાવેલ પનીર નો વધેલો મસાલો પણ ઉમેરો.
  17. મસાલો ના વધ્યો હોય તો છીણેલું પનીર ઉમેરો.
  18. ભરેલા પરવળ ઉમેરી , મીઠું નાંખી દો.
  19. થોડું પાણી ઉમેરીને પાંચેક મીનીટ ઢાંકી ને ચડવા દો.
  20. શાક ને ગરમાગરમ રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર