પનીર અને ચીઝ ભરેલા પરવળ ઈન પાલક પનીર ગ્રેવી.
તૈયારીનો સમય 20 min
બનાવવાનો સમય 10 min
પીરસવું 4 people
Mita Shah4th Aug 2018
Stuff pointed gaurd with palak paneer gravy. ના વિશે
Ingredients to make Stuff pointed gaurd with palak paneer gravy. in gujarati
- ૨૫૦ ગ્રામ પરવળ
- ૧૦૦ ગ્રામ પનીર
- ૩ચમચી ચીઝ
- ૧ઝીણી સમારેલી ડુંગળી
- ૧ઝીણું સમારેલું ટામેટું
- ૩થી૪કળી લસણની
- ૧ઝુડી પાલક
- ૨ચમચા સમારેલા ધાણા.( કોથમીર)
- ૧લીલું મરચું
- ૧ટુકડો આદુ
- ૧/૨ચમચી મરી નો પાવડર
- ૮/૧૦ ફુદીનાના પાન
- ૧/૨હળદર
- લીલા મરચાં જરૂર પ્રમાણે
- ૧ચમચી ધાણાજીરું
- ૨લવિંગ,૧ટુકડો તજ ૧નાનું પાન તમાલપત્ર નું
- ૧ચમચી ખાંડ (ઓપ્શનલ)
- ૧ચમચી જીરું
- ૧/૨ચમચી હીંગ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ પ્રમાણે
- ૨/૩ચમચા તેલ
How to make Stuff pointed gaurd with palak paneer gravy. in gujarati
- પરવળને છોલીને પાર બોઈલ કરી દો.વચ્ચે એક ઉભો કાપ પાડવો. (અધકચરા બાફી લો.)
- પાણીમાં થી કાઢીને ઠંડા પાણીમાં ધોઈ લો.
- બાજુ માં થોડી વાર રહેવા દો.
- છીણેલું પનીર અને ચીઝ લઈ મરી, સહેજ મીઠું, લીલા મરચાં સમારેલા, કોથમીર મીક્સ કરી ભરવા માટે નો મસાલો તૈયાર કરો.
- પરવળ માં મસાલો ભરી દો.
- કડાઈમાં થોડું તેલ મૂકી શેલો ફ્રાય કરી લો.(આછા આછા તળી લો.)
- બાજુ માં રાખી દો.
- પાલક, કોથમીર અને ફુદીનાના પાન મીક્સ કરી પાર બોઇલ (par boil) કરી દો.મરી પાવડર ,લીલું મરચું અને આદું ને મીઠું નાખવું..
- ઠંડા પાણીમાં ધોઈ પાણી નીતરી જાય એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી દો.
- ડુંગળી, લસણ, ટામેટાં, મરચું, આદું ની પણ પેસ્ટ બનાવી લો.
- કડાઈમાં તેલ મૂકી જીરું ને હીંગ મુકો.
- તતડી જાય એટલે ડુંગળી ટામેટાં ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
- રુટીન મસાલા નાખી દો.
- સહેજ પાણી રેડી ને પાંચેક મીનીટ થવા દો.
- તેલ છુટું પડે એટલે પાલક ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
- પરવળ ભરવા માટે બનાવેલ પનીર નો વધેલો મસાલો પણ ઉમેરો.
- મસાલો ના વધ્યો હોય તો છીણેલું પનીર ઉમેરો.
- ભરેલા પરવળ ઉમેરી , મીઠું નાંખી દો.
- થોડું પાણી ઉમેરીને પાંચેક મીનીટ ઢાંકી ને ચડવા દો.
- શાક ને ગરમાગરમ રોટલી સાથે પીરસો.