હોમ પેજ / રેસિપી / બેસન ના લાડું

Photo of Besan laddu by Apeksha's Kitchen at BetterButter
580
1
0.0(0)
0

બેસન ના લાડું

Aug-05-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ના લાડું રેસીપી વિશે

તહેવારોમાં બનાવવા માટે એક ઉત્તમ સ્વીટ. આ લાડું તમે પ્રસાદ માટે પણ બનાવી શકો છો. આ એક પારંપરિક મિઠાઇ છે. જે બનાવવામાં ખૂબ સરળ છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 3

  1. 150 ગ્રામ ઘી
  2. 200 ગ્રામ બેસન
  3. 200 ગ્રામ બુરુ ખાંડ
  4. ઈલાયચી પાવડર
  5. ડ્રાય ફ્રુટ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેન માં ઘી લઈ તેને ગરમ થવાદો.
  2. ઘી ગરમ થાય એટલે તેમાં બેસન એડ કરો. અને થોડું કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળી લો.
  3. હવે તેમા 1 ચમચી જેટલું પાણી ઉમેરવું જેથી લાડું કણીદાર બને. પાણી નાખવાથી બેસન મા ફીણ થશે. ફીણ નીકળી જાય ત્યાર સુધી સાંતળી લો.
  4. હવે ગેસ બંધ કરી તેને એક થાળીમાં કાઢી ને ઠંડું થવાદો.
  5. ઠંડુ થયા પછી તેમાં ઈલાયચી પાવડર, ડ્રાય ફ્રુટ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો.
  6. હવે મનગમતા આકારના લાડું વાળી લો. તૈયાર છે આપણા લાડું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર