મકાઈ પાલક નો હાંડવો | Corn Spinach Handvo Recipe in Gujarati

ના દ્વારા Dimpal Patel  |  5th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Corn Spinach Handvo by Dimpal Patel at BetterButter
મકાઈ પાલક નો હાંડવોby Dimpal Patel
 • તૈયારીનો સમય

  10

  Hours
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  5

  લોકો

0

0

મકાઈ પાલક નો હાંડવો

મકાઈ પાલક નો હાંડવો Ingredients to make ( Ingredients to make Corn Spinach Handvo Recipe in Gujarati )

 • ચોખા ૧ કપ
 • તુવેર ની દાળ ૧/૨ કપ
 • ચણા ની દાળ ૧/૪ કપ
 • અદડની દાળ ૨ મોટી ચમચી
 • દહીં ૧/૪ કપ
 • પાલક પ્યૂરી ૧/૨ કપ
 • કાપેલી પાલક ૧/૨ કપ
 • બાફેલા મકાઈના દાણા ૧/૨ કપ
 • છીણેલી દૂધી ૧/૪ કપ
 • છીણેલું ગાજર ૧/૪ કપ
 • લીલાં મરચાં અને આદુની પેસ્ટ ૨ મોટી ચમચી
 • હળદર ૧/૪ નાની ચમચી
 • ખાંડ ૧/૪ નાની ચમચી
 • બેકીંગ સોડા ૧/૨ નાની ચમચી
 • મીઠું ૧ નાની ચમચી
 • તેલ ૧/૪ કપ
 • વઘાર માટેની સામગ્રી :
 • તેલ ૨ મોટી ચમચી
 • રાઈ ૧/૨ નાની ચમચી
 • તલ ૧ નાની ચમચી
 • જીરું ૧/૨ નાની ચમચી
 • મીઠો લીમડો ૧૦ થી ૧૨ પાન

How to make મકાઈ પાલક નો હાંડવો

 1. ચોખા અને બધી દાળને ૪ થી ૫ કલાક માટે ધોઈ ની પલાળી દો.
 2. પછી તેને મિક્સરમાં દહીં સાથે વાટી લો અને ફરીથી ૪ - ૫ કલાક માટે ઢાંકીને રહેવા દેવું.
 3. ત્યારબાદ તેમાં લીલાં મરચાં - આદુની પેસ્ટ , હીંગ , મીઠું , હળદર અને ખાંડ મિક્સ કરવી.
 4. પછી તેમાં છીણેલી દૂધી , છીણેલું ગાજર , બાફેલા મકાઈ ના દાણા , પાલક પ્યૂરી અને કાપેલી પાલક મિક્સ કરવી.
 5. એક વઘારીયામાં ૨ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકવું. તેમાં રાઈ નાંખવી. રાઇ તતડે પછી તેમાં જીરું , તલ અને મીઠો લીમડો નાંખવો. આ વઘાર ને પાલકના મિશ્રણ માં નાંખી દેવું.
 6. પાલકના મિશ્રણમાં બેકીંગ સોડા મિક્સ કરવો.
 7. એક ફ્રાય પેનમાં ૧ મોટી ચમચી તેલ લઈ તેમાં રાઈ , જીરું અને તલ નાંખવા. રાઇ તતડે પછી તેમાં હાંડવાનુ ખીરું ઉમેરવું. ઉપર થોડા તલ ભભરાવવા. પછી ઢાંકીને થવા દેવું.
 8. નીચેથી કડક થાય એટલે પલટાવી દેવું અને બંને બાજુ કડક થવા દેવું.
 9. ટોમેટો કેચપ અને કોથમીરની ચટણી સાથે પીરસવું.

My Tip:

હાંડવા ની ઉપર કે ખીરામાં ચીઝ પણ નાંખી શકાય.

Reviews for Corn Spinach Handvo Recipe in Gujarati (0)