Corn Spinach Handvo ના વિશે
Ingredients to make Corn Spinach Handvo in gujarati
- ચોખા ૧ કપ
- તુવેર ની દાળ ૧/૨ કપ
- ચણા ની દાળ ૧/૪ કપ
- અદડની દાળ ૨ મોટી ચમચી
- દહીં ૧/૪ કપ
- પાલક પ્યૂરી ૧/૨ કપ
- કાપેલી પાલક ૧/૨ કપ
- બાફેલા મકાઈના દાણા ૧/૨ કપ
- છીણેલી દૂધી ૧/૪ કપ
- છીણેલું ગાજર ૧/૪ કપ
- લીલાં મરચાં અને આદુની પેસ્ટ ૨ મોટી ચમચી
- હળદર ૧/૪ નાની ચમચી
- ખાંડ ૧/૪ નાની ચમચી
- બેકીંગ સોડા ૧/૨ નાની ચમચી
- મીઠું ૧ નાની ચમચી
- તેલ ૧/૪ કપ
- વઘાર માટેની સામગ્રી :
- તેલ ૨ મોટી ચમચી
- રાઈ ૧/૨ નાની ચમચી
- તલ ૧ નાની ચમચી
- જીરું ૧/૨ નાની ચમચી
- મીઠો લીમડો ૧૦ થી ૧૨ પાન
How to make Corn Spinach Handvo in gujarati
- ચોખા અને બધી દાળને ૪ થી ૫ કલાક માટે ધોઈ ની પલાળી દો.
- પછી તેને મિક્સરમાં દહીં સાથે વાટી લો અને ફરીથી ૪ - ૫ કલાક માટે ઢાંકીને રહેવા દેવું.
- ત્યારબાદ તેમાં લીલાં મરચાં - આદુની પેસ્ટ , હીંગ , મીઠું , હળદર અને ખાંડ મિક્સ કરવી.
- પછી તેમાં છીણેલી દૂધી , છીણેલું ગાજર , બાફેલા મકાઈ ના દાણા , પાલક પ્યૂરી અને કાપેલી પાલક મિક્સ કરવી.
- એક વઘારીયામાં ૨ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકવું. તેમાં રાઈ નાંખવી. રાઇ તતડે પછી તેમાં જીરું , તલ અને મીઠો લીમડો નાંખવો. આ વઘાર ને પાલકના મિશ્રણ માં નાંખી દેવું.
- પાલકના મિશ્રણમાં બેકીંગ સોડા મિક્સ કરવો.
- એક ફ્રાય પેનમાં ૧ મોટી ચમચી તેલ લઈ તેમાં રાઈ , જીરું અને તલ નાંખવા. રાઇ તતડે પછી તેમાં હાંડવાનુ ખીરું ઉમેરવું. ઉપર થોડા તલ ભભરાવવા. પછી ઢાંકીને થવા દેવું.
- નીચેથી કડક થાય એટલે પલટાવી દેવું અને બંને બાજુ કડક થવા દેવું.
- ટોમેટો કેચપ અને કોથમીરની ચટણી સાથે પીરસવું.
Reviews for Corn Spinach Handvo in gujarati
No reviews yet.
Recipes similar to Corn Spinach Handvo in gujarati
પાલક નો રાઇતો
2 likes
મકાઈ નો ચેવડો
3 likes
મકાઈ પાલક હાંડવો
5 likes
મકાઈ પાલક પનીર કિસેડીલાસ..
0 likes