કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મકાઈ પાલક નો હાંડવો

Photo of Corn Spinach Handvo by Dimpal Patel at BetterButter
333
0
0(0)
0

મકાઈ પાલક નો હાંડવો

Aug-05-2018
Dimpal Patel
600 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ પાલક નો હાંડવો રેસીપી વિશે

હાંડવા માં પાલક નો સમાવેશ કરી તેને ખૂબ જ હેલ્ધી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે જે ખરેખર સ્વાદિષ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચોખા ૧ કપ
  2. તુવેર ની દાળ ૧/૨ કપ
  3. ચણા ની દાળ ૧/૪ કપ
  4. અદડની દાળ ૨ મોટી ચમચી
  5. દહીં ૧/૪ કપ
  6. પાલક પ્યૂરી ૧/૨ કપ
  7. કાપેલી પાલક ૧/૨ કપ
  8. બાફેલા મકાઈના દાણા ૧/૨ કપ
  9. છીણેલી દૂધી ૧/૪ કપ
  10. છીણેલું ગાજર ૧/૪ કપ
  11. લીલાં મરચાં અને આદુની પેસ્ટ ૨ મોટી ચમચી
  12. હળદર ૧/૪ નાની ચમચી
  13. ખાંડ ૧/૪ નાની ચમચી
  14. બેકીંગ સોડા ૧/૨ નાની ચમચી
  15. મીઠું ૧ નાની ચમચી
  16. તેલ ૧/૪ કપ
  17. વઘાર માટેની સામગ્રી :
  18. તેલ ૨ મોટી ચમચી
  19. રાઈ ૧/૨ નાની ચમચી
  20. તલ ૧ નાની ચમચી
  21. જીરું ૧/૨ નાની ચમચી
  22. મીઠો લીમડો ૧૦ થી ૧૨ પાન

સૂચનાઓ

  1. ચોખા અને બધી દાળને ૪ થી ૫ કલાક માટે ધોઈ ની પલાળી દો.
  2. પછી તેને મિક્સરમાં દહીં સાથે વાટી લો અને ફરીથી ૪ - ૫ કલાક માટે ઢાંકીને રહેવા દેવું.
  3. ત્યારબાદ તેમાં લીલાં મરચાં - આદુની પેસ્ટ , હીંગ , મીઠું , હળદર અને ખાંડ મિક્સ કરવી.
  4. પછી તેમાં છીણેલી દૂધી , છીણેલું ગાજર , બાફેલા મકાઈ ના દાણા , પાલક પ્યૂરી અને કાપેલી પાલક મિક્સ કરવી.
  5. એક વઘારીયામાં ૨ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકવું. તેમાં રાઈ નાંખવી. રાઇ તતડે પછી તેમાં જીરું , તલ અને મીઠો લીમડો નાંખવો. આ વઘાર ને પાલકના મિશ્રણ માં નાંખી દેવું.
  6. પાલકના મિશ્રણમાં બેકીંગ સોડા મિક્સ કરવો.
  7. એક ફ્રાય પેનમાં ૧ મોટી ચમચી તેલ લઈ તેમાં રાઈ , જીરું અને તલ નાંખવા. રાઇ તતડે પછી તેમાં હાંડવાનુ ખીરું ઉમેરવું. ઉપર થોડા તલ ભભરાવવા. પછી ઢાંકીને થવા દેવું.
  8. નીચેથી કડક થાય એટલે પલટાવી દેવું અને બંને બાજુ કડક થવા દેવું.
  9. ટોમેટો કેચપ અને કોથમીરની ચટણી સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર