Open in app

દાળ ઢોકળી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Devi Amlani6th Aug 2018

Dal dhokli ના વિશે

Ingredients to make Dal dhokli in gujarati

  • 2 વાટકી બાફેલી તુવેર દાળ
  • 2 નંગ ટામેટા
  • 2 નંગ લીલા મરચાં
  • 1 ટુકડો આદું
  • 5 થી 7 નંગ લીમડા ના પાન
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી હળદર પાવડર પાવડર
  • 1 ચમચી મીઠુ
  • 1 ચમચી ગોળ
  • 2 ચમચી લીંબુનો નો રસ
  • 2 ચમચા સિંગદાણા
  • 1 નાની ચમચી રાઈ
  • 1 નાની ચમચી જીરુ
  • 2 નંગ લવિંગ
  • 1 ટુકડો તજનો
  • 1 ચમચી હિંગ
  • 2 ચમચી તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 કપ સમારેલી ધાણા ભાજી
  • ઢોકળી બનાવવા માટે
  • 1 કપ ઘઉંનો લોટ
  • ૨ ચમચી ચણાનો લોટ
  • 1 ચમચી મરચું પાવડર
  • 1 ચમચી હળદર પાવડર પાવડર
  • 2 ચમચી લીંબુનો નો રસ
  • ચપટી હિંગ
  • 2 ચમચી તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Dal dhokli in gujarati

  1. સૌપ્રથમ બાફેલી દાળને પીસી લો અને તેમાં ટામેટા આદુ મરચા હળદર પાઉડર મરચું પાઉડર લીમડાના પત્તા આદુ ખમણીને નાખો
  2. હવે તેમાં સીંગદાણા ગોળ અને લીંબુનો રસ તેમજ મીઠું નાખી ધીમા ગેસે ઊકળવા દો
  3. દાળ ઊકળે ત્યાં સુધી ઢોકળીનો લોટ બાંધી લેવો ઢૉકળી નો લોટ ની બધી સામગ્રી ભેગી કરી રોટલી જેવો લોટ બાંધો
  4. હવે ઢોકળી ના લોટમાંથી એક લુવો લઇ મોટી રોટલી બનાવો અને ચાકૂની મદદથી નાના નાના ચોરસ ટુકડા કરો
  5. આ રીતે ઢોકળી તૈયાર છે હવે આમ બધી ઢોકળી તૈયાર કરી લો અને ઉકળતી દાળ માં નાખો
  6. હવે દસ મિનિટ ઊકળવા દો ત્યારબાદ તેમાં વઘાર કરો
  7. વઘાર કરવા માટે એક પેન માં તેલ લઇ તેમાં રાઈ જીરું લવિંગ તજ અને હિંગ નાખી થવા દો ત્યારબાદ આ દાળ ઢોકળી ના વાસણ માં નાખો
  8. હવે ઉપર ધાણાભાજી ભભરાવી સર્વ કરો

Reviews for Dal dhokli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal dhokli in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes