ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ | Instant Nylon Khaman Recipe in Gujarati

ના દ્વારા Khushboo Doshi  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Instant Nylon Khaman by Khushboo Doshi at BetterButter
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણby Khushboo Doshi
 • તૈયારીનો સમય

  7

  મીની
 • બનાવવાનો સમય

  7

  મીની
 • પીરસવું

  5

  લોકો

10

0

ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ

ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ Ingredients to make ( Ingredients to make Instant Nylon Khaman Recipe in Gujarati )

 • ૨ વાટકી ચણાનો લોટ
 • ૧/૨ ચમચી લીંબુના ફુલ/ લીંબુ નો રસ
 • ૩-૪ ચમચી ખાંડ
 • ૧/૨ ચમચી ખાવાનો સોડા
 • ૨ ચમચી તેલ
 • 1 ચમચી લીલા મરચાં ની પેસ્ટ
 • પાણી જરુર મુજબ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • વઘાર માટે : ૧ ચમચી રાઈ
 • ૨ ચમચી તેલ
 • કોથમીર
 • લીમડા ના પાન
 • લીલા મરચાં

How to make ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ

 1. સૌ પ્રથમ એક મોટા બાઉલ માં ચણાના લોટ ને ચારણીના મદદ થી ચાળી લો.
 2. હવે તેમાં લીંબુના ફુલ/લીંબુ જ્યુસ, ખાંડ, ચમચી તેલ નાખો અને તેમાં પાણી નાખી સારીરીતે હલાવો .
 3. હવે તેમાં ખાવાનો સોડા નાખી જ્યાં સુઘી લોટ નો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી એકજ દિશા માં હલાવો.
 4. હવે ગેસ પર ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરવા મુકો અને એલ્યુમિનયમ ની થાળી માં તેલ લગાવી ગરમ કરવા મુકો.
 5. હવે એ ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર થયેલુ મિશ્રણ નાખી ૭ મીનીટ ફાસ્ટ ગેસ પર થવા દો. ત્યાર બાદ ચપ્પુ નાખી જોઇ લો. આમ તો થઈ જ ગયુ હશે ન થયુ હોય તો 2 મીનીટ ફરી મુકો.
 6. પછી એ ઠંડુ થાય એટલે વઘાર માટે તેલ,રાઈ,લીલા મરચાં, લીમડો નાખી વઘાર કરો અને છરી થી કટ કરો.
 7. તો તૈયાર છે ગરમા ગરમ નાયલોન ખમણ.

My Tip:

અા ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે આમા કોઈ પણ વધારાની સામગ્રી ઉમેરવાની જરુર નથી. જ્યારે મન થાય ત્યારે તરતજ બનાવી શકાય.

Reviews for Instant Nylon Khaman Recipe in Gujarati (0)