BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ

Photo of Instant Nylon Khaman by Khushboo Doshi at BetterButter
0
3
0(0)
0

ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ

Aug-06-2018
Khushboo Doshi
7 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ રેસીપી વિશે

આ એક ઈન્સ્ટન્ટ અને સરળ રીતે નાયલોન ખમણ બનાવ્યા છે. આમા કોઈ પણ વધારા ની સામગ્રી ની જરૂર નથી અને નથી કોઈ આથો લાવનાની જંજટ. જ્યારે મન થયુ બનાવી શકાય છે. આ એકસરળ રેસીપી છે આ રીતે એક વાર જરુર ટ્રાય કરજો બહાર જેવા નાયલોન અને સોફ્ટ ખમણ બનશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨ વાટકી ચણાનો લોટ
  2. ૧/૨ ચમચી લીંબુના ફુલ/ લીંબુ નો રસ
  3. ૩-૪ ચમચી ખાંડ
  4. ૧/૨ ચમચી ખાવાનો સોડા
  5. ૨ ચમચી તેલ
  6. 1 ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  7. પાણી જરુર મુજબ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. વઘાર માટે : ૧ ચમચી રાઈ
  10. ૨ ચમચી તેલ
  11. કોથમીર
  12. લીમડા ના પાન
  13. લીલા મરચાં

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક મોટા બાઉલ માં ચણાના લોટ ને ચારણીના મદદ થી ચાળી લો.
  2. હવે તેમાં લીંબુના ફુલ/લીંબુ જ્યુસ, ખાંડ, ચમચી તેલ નાખો અને તેમાં પાણી નાખી સારીરીતે હલાવો .
  3. હવે તેમાં ખાવાનો સોડા નાખી જ્યાં સુઘી લોટ નો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી એકજ દિશા માં હલાવો.
  4. હવે ગેસ પર ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરવા મુકો અને એલ્યુમિનયમ ની થાળી માં તેલ લગાવી ગરમ કરવા મુકો.
  5. હવે એ ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર થયેલુ મિશ્રણ નાખી ૭ મીનીટ ફાસ્ટ ગેસ પર થવા દો. ત્યાર બાદ ચપ્પુ નાખી જોઇ લો. આમ તો થઈ જ ગયુ હશે ન થયુ હોય તો 2 મીનીટ ફરી મુકો.
  6. પછી એ ઠંડુ થાય એટલે વઘાર માટે તેલ,રાઈ,લીલા મરચાં, લીમડો નાખી વઘાર કરો અને છરી થી કટ કરો.
  7. તો તૈયાર છે ગરમા ગરમ નાયલોન ખમણ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર