હોમ પેજ / રેસિપી / દેશી ભીંડા ના શાક સાથે સ્વામિનારાયણ ની રોટલી

Photo of desi bhindanu sak sathe swaminarayan ni rotali by Yashi Bhumi Kariya at BetterButter
2110
3
0.0(0)
0

દેશી ભીંડા ના શાક સાથે સ્વામિનારાયણ ની રોટલી

Aug-06-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દેશી ભીંડા ના શાક સાથે સ્વામિનારાયણ ની રોટલી રેસીપી વિશે

દેશી ભીંડાનું શાક મીઠું લાગેછે તેમાં પણ ટામેટા ની ગ્રેવી નાખો તો શાક નો ટેસ્ટ અલગ જ લાગે છે .

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • ભારતીય

સામગ્રી સર્વિંગ: 4

  1. ભીંડા બસો પચાસ ગ્રામ
  2. તેલ બે ચમચા
  3. બે ટામેટા ની ગ્રેવી
  4. ધાણા જીરું બે ચમચી
  5. લાલ મરચું પાવડર બે ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચણા નો લોટ એક ચમચી
  8. ધાણા ભાજી બે ચમચી
  9. રોટલી માટે બે વાટકા ઘઉં નો લોટ
  10. મોણ માટે તેલ બે ચમચી
  11. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. દેશી ભીંડા લીધા છે તેને નાના ગોળ સુધારી લેવા .
  2. તેલ ગરમ થાય પછી હિંગ નાખી તેમાં ભીંડા ને વધારવા પછી થોડી વાર પછી તેમાં મરચું પાવડર,ધાણાજીરું ,હળદર,મીઠું,નાખી ઉપર ડીશ ઢાંકી દેવી ડીશ ઉપર પાણી મૂકી ધીમા ગેસે શાક પાંચ મિનિટ ચડવા દેવું પછી બે ટામેટા ની ગ્રેવી નાખી પાછું પાંચ મિનિટ ચડવા દેવું .છેલ્લે ચણા નો લોટ નાખી બે મિનિટ હલાવી ગેસ બંધ કરવો.
  3. ત્યાર છે દેશી ભીંડા નું શાક.રોટલી માટે બે રોટલી નાની નાની વણી તેમાં ઘી ,લગાવી બીજી નાની રોટલી પેક કરી મોટી રોટલી બનાવી ધીમા ગેસે ચોડવવી ચડી જાય પછી બને રોટલી ને છૂટી કરી ઘી લગાવું....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર